Abtak Media Google News

રાજકોટમાં સિટી પ્રાંત-૧માં ડી.પી.ચૌહાણનાં સ્થાને ચંદ્રસિંહ ગોહીલ મુકાયા : સિટી પ્રાંત-૨માં સિઘ્ધરાજસિંહ, જીલ્લા પુરવઠા અધિકારી તરીકે પુજાબેન બાવડા, સ્ટેમ્પ ડ્યુટીમાં પુજા જોટાણીયા અને જસદણ પ્રાંતમાં પ્રિયંકકુમાર ગલચરને નિમણુંક

રાજ્યનાં રેવન્યુ વિભાગ દ્વારા મોડી સાંજે ૫૨ નાયબ કલેકટરોની બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૦૧૭ ની બેંચના ૪૮ નાયબ કલેકટરો પ્રોબેશનલ કાર્યકાળ પુર્ણ થતા પોસ્ટીંગ આપવામાં આવ્યાં છે. જેમાં રાજકોટ ખાતે ચંદ્રસિંહ ગોહીલ, સિઘ્ધરાજસિંહ ગઢવી, પુજા જોટાણીયા, પિયંક કુમાર ગલચર અને પુજા બાવડાને નિમણુંક આપવામાં આવી છે.

વધુ વિગત મુજબ રાજ્યનાં મહેસુલ વિભાગ દ્વારા મોડી સાંજે ૫૨ બદલી નાયબ કલેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં અમરેલીના આર.જી.આલને ગોંડલ, બોટાદના ડી.એમ.ગોહીલને ભાવનગર મહાપાલીકામાં, સુરેન્દ્રનગરનાં પી.બી.વલવાયને મહુવા, ભાવનગરથી કે.કે.સોલંકીને ખેડા, મહુવાથી એસ.એમ.રજવાડીને સુરત,ભાવનગરનાં વી.સી.બગલને વલસાડ, શિહોરથી એસ.ડી.ગોકાણીને પુરવઠા અધિકારી તરીકે વલસાડ, ભાવનગરથી એન.ડી.ગોવાણીને જીલ્લા પુરવઠા અધિકારી જુનાગઢ, અમરેલીથી વી.જી.રોવરને ગાંધીનગર, મેંદરડાથી જે.સી.દલાલને આણંદ, સુરેન્દ્રનગરથી વી.પી.પટ્ટણીને બરોડા, પોરબંદરથી કે.જે.ચૌધરીને મુદ્રા, બરોડાથી એસ.જે.પંડયાને અમરેલી જીલ્લા પંચાયત, ગાંધીનગરથી ડી.કે.જોશીને સુરેન્દ્રનગર, લાલપુરથી કે.પી.જેઠવાને અમરેલી, પાટણથી એમ.પી.પટેલને બોટાદ, દ્વારકાથી ડી.વી.વીઠલાણીને અમરેલી, રાજકોટથી ડી.પી.ચૌહાણને સાબરકાંઠા ખાતે બદલી કરવામાં આવી હતી.

7537D2F3 10

ઉપરાંત ૨૦૧૭ ની બેંચનાં નાયબ કલેકટરોનો પ્રોબેશનલ કાર્યકાળ પુર્ણ થતા જેમાં ૪૨ અધિકારીને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં ડો. વિપુલકુમાર સાકરીયાને મેંદરડા પ્રાંત અધિકારી, હીતેષ જનકાંતને ધારી, જયેશ લીખીયાને જુનાગઢ મહાપાલીકામાં, દક્ષસેષકુમાર મકવાણાને તળાજા, સંદીપકુમાર વર્માને પાલીતાણા, ચેતન મીશનને જીલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર, ચંદ્રસિંહ ગોહીલને રાજકોટ સીટી પ્રાંત, રાજેશ કુમાર ચૌહાણને શિહોર પ્રાંત સિઘ્ધરાજસિંહ ગઢવીને રાજકોટ પ્રાંત, સુશીલ પરમારને જીલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ, અનીલ કુમાર ગૌસ્વામીને વઢવાણ પ્રાંત, પ્રશાંત મગોડાને જીલ્લા પુરવઠા અધિકારીને દેવભૂમી દ્વારકા, વિવેક ટાંકને જીલ્લા પુરવઠા અધિકારી પોરબંદર, ભાર્ગવ ડાંગરને ભાવનગર સ્ટેમ્પ ડ્યુટી, પ્રીયંકકુમાર ગલચર જસદણ પ્રાંત, પુજા જોટાણીયાને સ્ટેમ્પ ડ્યુટી રાજકોટ, ભૂમીકા કોરીયાને જીલ્લા પુરવઠા અધિકારી ભાવનગર, પુજા બાવડાને જીલ્લા અધિકારી રાજકોટ અને મહેલકુમાર બરાસરાને અમરેલી જીલ્લા પુરવઠા અધિકારી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય પ્રાંત ડો. ઓમપ્રકાશની બઢતી સાથે અમદાવાદ ડે.મ્યુ.કમિશનર તરીકે બદલી

રાજકોટ ગ્રામ્ય પ્રાંતના હોદા ઉપર રહેલા ૨૦૧૬ની બેચના આઈએએસ અધિકારી ડો. ઓમપ્રકાશ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીનો ચાર્જ પણ સુપેરે સંભાળી રહ્યા છે. ગત રોજ મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના ૨૬ આઈએએસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડો. ઓમપ્રકાશની પણ બઢતી સાથે અમદાવાદ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડો. ઓમપ્રકાશે ગ્રામ્ય પ્રાંત તરીકે નિષ્ઠા અને ખંતથી કામગીરી કરી હોય પડધરી અને લોધિકા પંથકમાં તેઓએ ખૂબ લોકચાહના મેળવી છે.

આ ઉપરાંત તેઓએ ડીએસઓ તરીકેનો ચાર્જ સાંભળ્યાના ખૂબ ટૂંકા ગાળામાં કલેક્ટર તંત્રને ખૂબ સારૂ રિઝલ્ટ પણ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.