Abtak Media Google News

ધારાસભ્ય અમૃતિયાના પ્રયાસોી નગરપાલિકાના .૯૧૨ લાખના વિકાસ કામો શરૂ શે

મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારોના માર્ગોને સીંમેન્ટ રોડી મઢવા અને કેસરબાગ-સૂરજ બાગની કાયાપલટ માટે રૂ. ૯૧૨ લાખનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું નગરપાલિકા ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વિકાસશીલ મોરબી શહેરનો ઝડપી વિકાસય તે માટે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી પાલિકા ઉપપ્રમુખ ભરતભાઇ જારીયાએ જણાવ્યું હતું કે ધારાસભ્યશ્રીના પ્રયત્નોને કારણે મોરબી પાલિકાને સરકારની ગ્રાન્ટ હેઠળ નાણાં મંજુર તા પાલિકા દ્વારા મોરબીના વિવિધ વિસ્તારના સી.સી.રોડના કામો હા પર લેવાયા છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવતા ચાર દિવસમાં જ લગભગ ૯૧૨ કરોડ રૂપિયા વિકાસ કામો એક સો શરૂ ઈ રહ્યા છે.

વધુમાં પાલિકા દ્વારા વિશિપરા-નવલખી રોડ,વૃષભનગર,એવન્યુ પાર્ક,કંડલા બાયપાસ, ધર્મસૃષ્ટિ પાર્ક,સામાકાંઠા વિસ્તાર,શિવપાર્ક,મચ્છુનગર મફતિયાપરા વિસ્તાર,ભીમરાવનગર,શાંતિપાર્ક,સનાળા,કેનાલ રોડની વિવિધ સોસાયટી,વિજયનગર એપ્રોચ રોડ તા નાલું સહિતના વિસ્તારોમાં ઝડપભેર સી.સી.રોડના કરોડો રૂપિયાના કામો શરૂ કરાયા છે.

દરમિયાન મોરબી નગરપાલિકા દ્વારા પ્રજાજનોની સુખ,સુવિધા માટે કેસરબાગ ડેવલોપ કરવા માટે ૩૬.૮૪ લાખ અને નજરબાગ ડેવલોપ કરવા માટે ૫૫.૮૧ લાખનો ખર્ચ મંજુર કરવાની સો નગરપાલિકામાં આવેલ બગીચાને પણ ડેવલોપ કરવામાં આવનાર હોવાનું ભરતભાઇ જારીયાએ અંતમાં જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.