મહુવા નગરપાલિકાના કાર્યકારી પ્રમુખે કરેલા તઘલખી ઠરાવો રદ

પ્રાદેશિક કમિશનરે કરેલા હુકમોમાં અન્ય ફરિયાદોમાં વધુ ઠરાવો રદ થાય તો કરોડોની રીકવરી…

તઘલખી નિર્ણયો લઇ પ્રજાના પૈસાનો વ્યય થતો હોવાનો આક્ષેપ: કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી

મહુવા નગરપાલિકામાં અગાઉ થયેલા મનધડિત અને નિયમ વિરૂઘ્ધ થયેલા ઠરાવો સામે કારોબારી ચેરમેન દ્વારા ફરીયાદ કરાતા પ્રાદેશિક કમિશ્નરે ૧ર ઠરાવો રદ કરવામાં આવ્યા છે.

મહુવા નગરપાલિકાના પૂર્વ કાર્યકારી પ્રમુખ જીતેનભાઇ પંડયા દ્વારા કરવામાં આવેલ મનઘડિત અને નિયમ વિરૂઘ્ધ ઠરાવો સામે કારોબારી ચેરમેન મેહુલભાઇ મહેતા દ્વારા મનાઇ હુકમની અરજી કરવામાં આવેલ જે અરજી અંગે રૂબરૂ સુનાવણી કર્યા બાદ પ્રાદેશિક કમિશ્નર દ્વારા બે હુકમ આપવામાં આવેલ જેમાં ૧ર ઠરાવો રદ કરવામાં આવેલ, આ ઠરાવોમાં આવેલ છે

અને જેથી કરીને આગળ જતા રિકવરી અંગેના પ્રશ્ર્નો પણ ઉ૫સ્થિત થવાની શકયતાઓ ઉભી થઇ રહી છે. અને ભવિષ્યમાં હજુ વધુ ઠરાવો રદ થાય

તો આ નિર્ણય લેનાર સત્તાધીશો માટે મોટી જવાબદારીઓ ઉભી થાય તો નવાઇ નહિ આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ વધુ રજુઆત કરાઇ  છે અને આગામી દિવસોમાં મહુવા નગરપાલિકામાં નવા જુની ના એંધાણ ઉભા થઇ રહ્યા છે. અને કરોડોની રીકવરીના એંધાણ છે.હાલના દિવસોમાં પણ નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ દ્વારા તબલધી નિર્ણયો તઘલખી નિર્ણયો લઇને કાયદાનો ભંગ થઇ રહ્યો છે અને પ્રજાના પરસેવાના પૈસાનો વ્યય થઇ રહ્યો છે આ અંગે પણ ફરીયાદ થવા પામેલ છે. આ અંગે મહુવા શહેર કોંગ્રેસના આગેવાનોએ રણશિંગુ ફુંકી ને જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે.

હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોના વાઇરસની મહામારી સામે જજુમી રહ્યો છે

ત્યારે મહુવા શહેરમાં પણ દિવસે ને દાડે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે પણ મહુવામાં આ અંગે સફાઇનો કોઇ કાળજી લેવાઇ નથી રહી સાથે ગટરના પ્રશ્ર્નો પણ હર રોજ વધી રહ્યા છે સાથે સ્ટ્રીટ લાઇટની રીપેરીંગની કામગીરી ટેનીનકલ સ્ટાફને અભાવને લઇને ખોરંભે ચડી ગઇ છે

જયારે નગરપાલિકાના સત્તાધીશો આવા ગેરકાદેસર ઠરાવો કરવામાં વ્યસ્ત છે આ અંગે મહુવાની જાગૃત જનતાને વિચારવું જોઇએ અને આ જન આંદોલનમાં એક જાગૃત પ્રજાજન તરીકે જોડાઇ ને સાથ આપવો જોઇએ.

Loading...