Abtak Media Google News

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પાકું ડ્રાયવીંગ લાયસન્સ રિન્યુ કરવાની સમયમર્યાદા વધારીને એક મહિનાને બદલે એક વર્ષ કરી દીધી છે.જેથી હવે વાહનચાલકો પાકું લાઈસન્સ પૂરું થવાના સમય પહેલાં એક વર્ષના સમયગાળા દરમ્યાન ગમે ત્યારે કરાવી શકાશે.અત્યાર સુધી લાઈસન્સ પૂરું થવાના સમયના એક મહિના પહેલાં જ લાયસન્સ રીન્યુઅલ કરાવી શકાતું હતું.ઉપરાંત લાઈસન્સ પૂરું થયા પછીના એક મહિના સુધી કોઈ જ પ્રકારની પેનલ્ટી વસુલવામાં આવતી ન હતી.એક મહિના પછી પેનલ્ટી વસુલતી હતી.જોકે હાલ લોકોને દોઢથી બે મહિના પછીના એક મહિના સુધી કોઈ જ પ્રકારની પેનલ્ટી વસુલવામાં આવતી ન હતી .એક મહિના પછી પેનલ્ટી વસુલતી હતી.જોકે હાલ લોકોને દોઢથી બે મહિના પછીની એપોઈમેન્ટ મળે છે.જેને પગલે ઘણી વખત લોકોનું લાઈસન્સ પૂરું થઈ જતું હતું.અને લોકોને હકવિનાની પેનલ્ટી ભરવી પડતી હતી.દરમિયાન લોકોને રાહત માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.