Abtak Media Google News

રાજકોટ રેન્જ દ્વારા નિખીલ દોંગા સહિત ૧૧ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી

સાત શખ્સોની રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડ મંગાશે

નિખીલની પુછપરછથી રાજકોટથી અને સામાજીક અગ્રણીઓના પગ નીચેથી ધરતી સરકી રહી

ગોંડલની જેલમાંથી હત્યાનો આરોપી નિખિલ દોંગા દ્વારા સાગ્રીતો દ્વારા ચલાવતા સામરાજયની તોડી પાડવા રેન્જ આઇ.જી. સંદીપસિંઘ દ્વારા ગુજસીટોક હેઠળ ગેગના ૧ર શખ્સો સામે કાર્યવાહી કરી સાત શખ્સોની ધરપકડ કરી હતી. જયારે સાબરમતિ જેલમાં રહેલા ગેંગનો મુખ્ય સુત્રધાર નિખીલ દોંગા અને તેના બે સાગ્રીતનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જે મેળવી ર૧ દિવસના રિમાન્ડ મેળળવા રાજકોટની સ્પ્રે. કોર્ટમાં આજે રજુ કરવામાં આવ્યા છે.

ગોંડલની નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાયદાકીય કાર્યવાહી કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી ગયો છે. ગોંડલના નિખિલ દોંગા ગેંગના ૧૨ શખ્સો દ્વારા છેલ્લા એક દાયકામાં ૧૧૭ જેટલા આચરેલા ખૂન, ખૂનની કોશિષ, ફાયરિંગ અને ધાક ધમકી દઇ મિલકત હડપ કરવા સહિતના ગુના ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી છે અને ત્રણ શખ્સોનો જેલમાંથી કબ્જો મેળવી લીધો છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથધરી છે.

ખૂન, ખૂનની કોશિષ અને ધાક ધમકી દેવાના અનેક ગુનામાં સંડોવાયેલા ગોંડલના નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાં હિન્દી ફિલ્મના વિલન જેવો દબદબો ઉભો કરી જેલ કર્મચારીઓ પાસે પોતાની મનમાની કરાવી જેલમાં મહેફીલ સહિત વૈભવી સગવડ ભોગવતા હોવાનો પર્દાફાસ થયા બાદ પોલીસ સફાળી જાગી હોય તેમ ગોંડલ જેલમાં મનમાની ચલાવતા કેદીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કર્યા બાદ નિખિલ દોંગા સાથે સંકળાયેલા ૧૨ શખ્સો સામે ે નિખિલ દોંગાની ગેંગના ગોંડલના પૃથ્વી યોગેશ જોષી, અક્ષય ઉર્ફે ગીરી સુર્યકાંત બાવાજી, દેવાંગ જયંતીલાલ જોષી, નરેશ રાજુ ઝાપડા, દર્શન ઉર્ફે ગોલુ પ્રફુલ સાકરવાડીયા, વિજય ભીખા જાદવ, રાજકોટના નવઘણ વરજાંગ ભરવાડ, મહારાષ્ટ્રના વિશાલ આત્મરામ પાટકર અને જામકંડોરણાના ચરેલ ગામના શક્તિસિંહ જશુભા ચુડાસમા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સાત શખ્સોની ધરપકડ કરી ત્રણ શખ્સોનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી રીમાન્ડ માટે રાજકોટની  અદાલતમાં રજુ કરવામાં આવ્યા

ગોંડલ: ગુજસીટોકગુનાના સુત્રધાર નિખીલ દોંગા સામે રૂા.૧ કરોડની ઉઘરાણીની ફરિયાદ

નિખીલ દોંગાનો ભોગ બનેલા વ્યકિત નિર્ભય પણે આગળ આવી ફરિયાદ નોંધાવે

ગોંડલની સબજેલને મહેલ બનાવી કાળો કારોબારો ચલાવનાર નિખીલ દોંગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલમાંથી કબ્જો મળ્યા બાદ ગોંડલના વેપારીને રૂા.૧ કરોડના મોબાઈલ ફોનની ઉઘરાણી મામલે નિખીલ દોંગા તેના સાગ્રીતો અને ત્રણ વેપારી સહિત ૧૬ શખ્સોએ મિલ્કતનું સાટાખત બળજબરીથી કરાવવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નિખીલ દોંગા સામે હથીયાર સહિત અનેક ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ચોકડી પાસે રહેતા અને પાનની દુકાન ધરાવતા નિલય ચંદ્રેશ મહેતાએ નિખીલ દોંગા, રામ મોબાઈલ વાળા સતીષ અને તેના ભાઈવિમલ,ક્રિશ્ર્ના મોબાઈલ રાજુ, સમ્રાટ મોબાઈલ રોહીત, પૃથ્વી જોષી, દર્શન સાકરવાડીયા, વિજય જાદવ, મોહિત ઉર્ફે મુડો, વિશાલ પાટકર, સુનિલ પરમાર, દેવાંગ જોષી, નરેશ સિંઘવ, કમલેશ સિંઘવ અને રાજુ ચોવટીયા સહિત શખ્સોએ રૂા.૧ કરોડના મોબાઈલના ઉઘરાણી પ્રશ્ર્ને મિલ્કત લખાવી લેવાના મામલે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ.

પોલીસની પ્રાથમિક તપાસમાં નિલય મહેતાએ રામ મોબાઈલ, ક્રિશ્ર્ના મોબાઈલ અને સમ્રાટ મોબાઈલ શોપમાંથી આશરે રૂ.૧ કરોડના બાકીમાં મોબાઈલ લીધા હતા જેની ઉઘરાણી માટે મોબાઈલના વેપારીએ નિલીય દોંગા ને હવાલો આપતા તેના નિલીય દોંગાએ તેના સાગ્રીતો મારફતે નિલય મહેતાની મિલ્કત લખાવી લેવા ધમકી આપી હોવાનું ખૂલતા પીએસઆઈ એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.નિખીલ દોંગાનો ભોગ બન્યા હોય તેવા લોકોએ ભયભીત વગર આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.