Abtak Media Google News

કોરોનાએ તારીખ ‘પે’ તારીખ!!!

ઇ-ફાઇલિંગ મોડયુલના અનાવરણ સમયે સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટીશ બોબડેની મહત્વની જાહેરાત

ડીલેઇડ જસ્ટીસ, ડીનાઇડ જસ્ટીશ ભૂતકાળ બની જશે: ન્યાય સસ્તો, સરળ અને ઝડપી બની જશે

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્ર્વની જીવન શૈલી બદલી નાખી છે. અને સોશ્યલ ડીસ્ટન્સ સાથે કામ કરવા ટેવ પાડવાનો સવર્ત્ર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોર્ટમાં કામ કાજમાં વર્ષો પહેલાંની પધ્ધતિમાં ધરખમ ફેરફાર સાથે કાર્યવાહી કરવામાં આવનાર છે. કોરોના વાયરસને ધ્યાને રાખી કોર્ટમાં થતી કેટલીક કામગીરીને સરળ અને ઝડપી કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ડીલેઇડ જસ્ટીશ, ડીનાઇટ જસ્ટીશ ભૂતકાળ બની જશે તેમ ઇ- ફાઇલીંગ મોડયુલના અનાવરણ કાર્યક્રમ સમયે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ બોબડેએ મહત્વની જાહેરાત કરી છે.

સુપ્રિમ કોર્ટથી લઇ નીચેની કોર્ટમાં હીયરીંગની રાહમાં રહેલી ફાઇલોમો ખડકલો વધી રહ્યો છે. સમયસર સુનાવણી ન થતા ન્યાયીક પ્રક્રિયામાં કેટલીક વિસંગતા રહેતી હોવાથી અવાર નવાર ઝડપી, સરળ અને સસ્તો ન્યાયીક પ્રક્રિયા કરવા માટે અનુરોધ થતો હતો પરંતુ તેના પર અસરકારક કામગીરી થઇ શકી ન હતી. તાજેતરમાં જ કોરોના મહામારીના કારણે સોશ્યલ ડીસ્ટન્સ રાખવાનું ફજીયાત બનતા સમગ્ર વિશ્ર્વની બદલેલી જીવન શૈલીની સાથે કોર્ટ કાર્યવાહીમાં પણ મોટા પાયે એટલે ધરખમ ફેરફારના નિર્દેશ મળી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીશ બોબડેએ ઇ ફાઇલીંગ મોડયુલ અનાવણ પ્રસંગે આપેલા પ્રાસંગિક પ્રવચનમાં કોર્ટમાં કેસ દાખલ કરવા માટે કોર્ટમાં ફીજીકલ હાજરીની જરૂર નહી પડે તેવી સિસ્ટમ અમલમાં આવી ર્હી હોવાનું કહ્યું હતુ. આ ઉપરાંત રજાના દિવસોએ તેમજ ૨૪ કલાક એટલે કે ગમે ત્યારે ઇ-ફાઇલીંગ અરજદાર તેમજ તેમના એડવોકેટ દ્વારા થઇ શકે તેવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. કોર્ટ ફી પણ ઇ પેમેન્ટથી કરવા અંગેની સલાહ આપી કોરોના મહામારીને ધ્યાને લઇ જાહેર કરાયેલા લોક ડાઉન જાહેરનામાના અમલ કરાવવામાં તંત્રને સહકાર આપવા તેમજ ઝડપી પ્રક્રિયા થઇ શકે તેમ હોવાનું કહ્યું છે.

ભારતમાં ત્રિસ્તરની ન્યાયીક પ્રક્રિયામાં મોટા ફેરફાર આવી રહ્યા છે. અત્યારે ૩ કરોડ કેસની સુનાવણી પેન્ડીગ હોવાનું કહી સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કરવા અને ન્યાયધિશો વીડિયો કોન્ફરન્સ દ્વારા કેસની સુનાવણી આગળ ધપાવી શકે તેમ હોવાનું જણાવ્યું છે. પેન્ડીગ કેસ અને નવા કેસના નિકાલ માટે યોગ્ય સિસ્ટમ ગોઠવવા પર ભાર મુકી ન્યાયીક પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે વિકસાવવામાં આવેલી સિસ્ટમને ઝડપથી અમલમાં લાવવાની ખાતરી આપી છે.

જાન્યુઆરીમાં ૨૭ લાખ પેઇજ થઇ શકે એટલા એક લાખ કેસની ફાઇલો ન્યાય માટે વિવિધ અદાલતમાં આવી છે. અદાલતમાં સુનાવણી અને અપીલ કાર્યવાહી માટે કર્મચારીઓને ફાળવી સ્થાળાંતરીત કરવામાં આવ્યા છે.

ઇ-ફાઇલીંગ સિસ્ટમ બનાવવા માટે ઓછુ જાણતા એડવોકેટને નવી સિસ્ટમમાં કંઇ રીતે કામ કરવું તે અંગેની સમજ આપવા માટે નજીવા દરે કલાસિસ શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ભવિષ્યમાં ઉભી થનાર જરૂરીયાતને ધ્યાને રાખી લોના અભ્યાસ ક્રમમાં પણ કમ્પ્યુટર અને ડિઝીટલનો અભ્યાસ ફરજીયાત બનાવવો જરૂરી બની જશે તેમ તેઓએ અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.