Abtak Media Google News

સ્કૂલની ઇતર પ્રવૃતિની ફી ભરવાની રહેશે નહીં: ગુજરાત બોર્ડ સિવાયનાં બધાં જ બોર્ડને આ નિર્ણય લાગુ ખાનગી શાળાના શિક્ષકોને પગાર આપવો પડશે: શિક્ષણમંત્રીએ કેબીનેટ બેઠક બાદ કરી મહત્વપૂર્ણ જાહેરાત

રાજ્યના વાલીઓ છેલ્લા કેટલાય દિવસથી રાહ જોઈને બેઠા હતાં તેનો અંત આવી ગયો છે. રાજ્ય સરકાર કોરોના કાળાની ફી મામલે વાલીઓના હીતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવાર સાડા દસ વાગ્યે કેબિનેટની બેઠક મળી હતી તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વાલીઓને ફીમાં ૨૫ ટકા રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલની અન્ય પ્રવૃતિની ફી ભરવાની રહેશે નહીં.

૨૫ ટકા ફી માફીનો નિર્ણય ગુજરાત બોર્ડ અને ઈઇજઊની શાળાઓમાં લાગુ પડશે. જે લોકોએ વધારે ફી ભરી દીધી છે તેમને ફી પરત કરવી પડશે.

હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર આજે મળનારી બેઠકમાં ખાનગી શાળાઓની ફીના મામલે મહત્વનો નિર્ણય લીધો હતો.

આજે પત્રકાર પરિવારમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વાલીઓને ૨૫ ટકા ઓછી ભરે તેવી રાહત આપવામાં આવી છે. એટલે કે ૨૫ ટકા ફી માફ કરવામાં આવી છે.

સંચાલકો ૨૫ ટકા સાથે સહમત નહોતા થતાં તેને રાજી કરવામાં આવ્યા છે. આ સિવાય ઈતર ફી ભરવા નથી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ સિવાયનાં બધાં જ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે.

ખાનગી શાળાના શિક્ષકોને પગાર આપવો પડશે.

એક પણ શિક્ષક ને છુટા કરી શકાશે નહીં. વાલીઓએ પહેલા ફી ભરી હશે તો ફી સરભર કરીો શકાશે. નોંધનીય છે કે, વાલી મંડળે ૫૦ ફી માફીની માગ કરી હતી.

નોંધનીય છે કે, ખાનગી શાળાના સંચાલકો ૨૫ ટકા ફી ઘટાડા માટે તૈયારી બતાવી હતી. રાજ્ય સરકારે સંચાલક મંડળો સાથે અગાઉ બે વાર મીટિંગ યોજીને ૨૫ ટકા ફી ઘટાડાની દરખાસ્ત કરી હતી પરંતુ સંચાલકો ન માનતા સરકારે હાઈકોર્ટમાં પીટિશન કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે મળેલી કેબીનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને  જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ફી મામલે વાલીઓ ઘટાડની માંગ કરી રહ્યા હતા ત્યારે વાલીઓને ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ૨૫ ટકા ફી માં રાહત આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.