Abtak Media Google News

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે.

87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં  અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે.

ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.