Abtak Media Google News

દિલ્હી ગ્રાહક અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો: પ્રોજેકટ પૂર્ણ કરવામાં વિલંબ બદલ ડીપોઝીટ પર વ્યાજ પણ આપવાનો હુકમ

દેશના લાખો ખરીદારો કેજે બિલ્ડરોને પૈસા આપી દીધા બાદ મકાનના કબજા માટે પ્રતીક્ષા કરતા હોય તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે બિલ્ડરો જો પૈસા લઈ લીધા બાદ ગ્રાહકોને સમયસર ફ્લેટનો કબજો ન આપે તો બિલ્ડરોને મૂડીના વ્યાજ સહિત વળતર આપવું પડશે.

નવી દિલ્હીના ગ્રાહક અદાલતે એક ચુકાદામાં બિલ્ડરો માટે તાકીદ કરી છે કે જો પ્રોજેક્ટ તૈયાર થતાં મુદત પૂરી ઉપરાંત વધુ એક વર્ષનો સમય વીતી ગયો હોય તો ગ્રાહકો બિલ્ડરો પાસેથી રિફંડ મેળવવા હકદાર બને છે. ગ્રાહક અદાલતે ઘર ખરીદનારાઓને બિલ્ડરોના વિલંબમાં પડેલા પ્રોજેક્ટની રાહ ન જોવાનું જણાવી કોઈપણ બિલ્ડરના પ્રોજેક્ટને કબજા સોપવામાં એક વર્ષ વધુની વાર લાગી હોયતો ગ્રાહકોને વળતર આપી દેવું જોઈએ તેમ ન્યાયમૂર્તિ પ્રેમ નારાયણે આપેલા ચુકાદામાં જણાવાયું છે.

દિલ્હીના નાગરિક સેલેબ નિગમ એ૨૦૧૨માં લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ ગ્રીનનો પોલિસી ગોરેગાંવમાં ઇન્ફાસ્ટ્રક્ચર અને થ્રી સી કંપનીના પ્રોજેક્ટમાં એક કરોડના કિંમતના ફલેટના ૯૦ લાખ રૂપિયા ભરી દીધા હતા અને ૩૬ મહિના પછી ફ્લેટનો કબજો આપવાનો કરાર થયો હતો અને કબજો મળે તે પહેલા છ મહિના પૂર્વે પૈસા ભરી દેવાનું નક્કી કરી લેવાયું હતું.

પરંતુ પ્રોજેક્ટ પુરો ન થતા તેને વકીલ આદિત્ય પરાલીયાએ ગ્રાહક અદાલતમાં ન્યાય માંગ્યો હતો ગ્રાહકને સમયસર ફ્લેટનો કબજો મળી જાય તેવી માગણી કરી હતી. જોે બિલ્ડરને કબજાના આપવામાં વિલંબ કરે તો ગ્રાહકને ભરાયેલી ડિપોઝિટ પર વાર્ષિક ૬% વ્યાજ ચૂકવવા માંગ કરી હતી જેની અદાલતે જો મુદતમાં ફલેટનો કબજો ન આપી શકાય તેમ હોય તો ગ્રાહકને ભરેલી રકમ પર ૧૦ ટકા વ્યાજની ચુકવણીનો આદેશ આપ્યો હતો.

બિલ્ડરે પ્રતિ દાવો કર્યો હતો કે ગ્રાહકે હપ્તા ચૂકવવામાં નિયમિતતા દાખવી નથી તેથી દસ ટકાના વ્યાજ દરની ચુકવણી અનુચિત ગણાય પરંતુ અદાલત આ દલીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે હપ્તા સાત તબક્કા સુધી નિયમિત ભરવામાં આવ્યા છે.

પરંતુ પ્રોજેક્ટ આગળ વધવાનો કોઈ સંકેત ન હોવાથી ગ્રાહકે હપ્તા બંધ કરી દીધા છે ગ્રાહક પાસેથી રૂપિયા લઇ લીધા બાદ બિલ્ડરો સમયસર પ્રોજેક્ટ પૂરા ન કરી શકે તો તેમને ગ્રાહકોને પાંચથી દસ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ માસિકના ધોરણે વળતર ચૂકવવું જોઈએ ખરીદારો દ્વારા મોટાપાયે બિલ્ડરોના પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હોય ત્યારે ગ્રાહકોના હિતની ખેવના કરવી જોઈએ એ ન્યાયના હકમાં ગણાશે.

દિલ્હી ગ્રાહક અદાલતના આ આદેશ મુજબ હવે બિલ્ડરોને પ્રોજેક્ટમાં એક વર્ષથી વધુનો સમય લાગે તો ગ્રાહકોને વ્યાજ સહિત વળતર આપવું પડશે આ હુકમનું પાલન પણ તુરંત કરવાની પણ તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.