Abtak Media Google News

પાવર-મેટલ અને એનર્જીના શેરોમાં ધુમ લેવાલી નીકળી

રિલાયન્સની આગેવાનીમાં આજે શેરબજારમાં તેજીનું તોફાન ફરી વળ્યું હતું. બજાર બંધ થવાના સમયે સેન્સેકસ ૭૦૦ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. આજે પાવર, મેટલ અને એનર્જીના શેરોમાં રોકાણકારોએ ખરીદીનો માહોલ જમાવ્યો હતો. ચીન સાથે સરહદે ઘર્ષણ અને કોરોનાના વધી રહેલા કેસોની ચિંતા કોરાણ મુકીને રોકાણકારોએ ગુરુવારે બપોરે બેન્ક, ફાઈનાન્સ, પાવર, મેટલ અને એનર્જી શેરોમાં ધૂમ લેવાલી કરતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ્સ અથવા ૧.૯૨ ટકા વધીને ૩૪,૨૧૧.૦૨ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ૨૦૦ પોઈન્ટ્સ અથવા ૨ ટકા ઉછળીને ૧૦,૦૮૦.૧૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૯૪ ટકા ઘટીને અને ૧.૫૦ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.આજે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં રિલાયન્સ ૪.૪૪ ટકા, પાવરગ્રીડ ૪.૦૮ ટકા, કોટક બેન્ક ૩.૫૦ ટકા, એચડીએફસી ૩.૨૩ ટકા, એચડીએફસી બેન્ક ૨.૯૭ ટકા અને એક્સિસ બેન્ક ૨.૯૭ ટકાનો સમાવેશ થાય છે.આજે બપોરે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઓએનજીસી ૦.૮૯ ટકા, નેસ્લે ઈન્ડિયા ૦.૬૩ ટકા, હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૪૦ ટકા અને ભારતી એરટેલ ૦.૨૬ ટકાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.