Abtak Media Google News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ઈનોવેટિવ આર/એલાન કાપડના ઉત્પાદન માટે ભારતની સૌથી મોટી કાપડ ઉત્પાદન કરતી કંપનીઓમાં સ્થાન ધરાવતી વર્ધમાન ટેકસ્ટાઈલ્સ લિમિટેડ સાથે આજે જોડાણ કર્યું છે. આ સહયોગના ભાગરૂપે આરઆઈએલની આર/એલાન ટેક્ધિકલ ટીમ વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા આર/એલાન કાપડનાં ઉત્પાદન માટે નવી ઉત્પાદન પ્રક્રિયાઓ વિકસાવવા વર્ધમાન સાથે મળીને રીતે કામ કરશે.

ઈનોવેટિવ હાઈ-કવોલિટી આર/એલાન ફેબ્રિકનો ઉપયોગ ફોર્મલ્સ, કેઝયુઅલ્સ અને અન્ય વિમેન વિયર સેગમેન્ટમાં પર્ફોમન્સ તથા ટકાઉ પણું આપશે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા કાપડનું ઉત્પાદન સુનિશ્ર્ચિત કરવા માટે આર/એલાન ટેક્ધિકલ ટીમ વર્ધમાનને તકનિકી વિશિષ્ટતાઓ અને માપદંડ પૂરાં પાડશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નવી પેઢીની કાપડ બ્રાન્ડ આર/એલાન વર્ધમાન સાથે જોડાણ કરીને ઝડપથી વૃધ્ધિ હાંસલ કરી રહી છે.

વર્ધમાન ભારતની સૌથી મોટી કાપડ ઉત્પાદન કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને તે તેની ગુણવત્તા અને ચડિયાતી પ્રોડકટ્સ માટે પ્રખ્યાત છે. વર્ધમાન યાર્ન, સીવવાના દોરા, એક્રિલિક ફાયબર, ગારમેન્ટ અને સ્ટીલ ઉત્પાદનમાં મોટી ક્ષમતા ધરાવે છે.

કરાર પર હસ્તાક્ષર પ્રસંગે વર્ધમાન ટેકસ્ટાઈલ્સ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર સુચિતા જૈને જણાવ્યું હતું કે નવું કાપડ વિકસાવવામાં અમે આર/એલાન સાથે ઘણી રોમાંચક શકયતાઓ જોઈએ છીએ. ઝડપી ઈનોવેશન અને બ્રાન્ડસને સ્વીકાર્ય એવા ઉચ્ચ કક્ષાના પ્રોડકટ રેન્જનું સર્જન અમારી શક્તિ રહી છે અને રિલાયન્સ અમારા વિકાસ માટે શ્રેષ્ઠ ભાગીદાર છે.

આ ભાગીદારી પર ટિપ્પણી કરતાં આરઆઈએલના પોલિએસ્ટર ડિવિઝનના સીએમઓ ગુંજન શર્માએ જણાવ્યું હતું. “આર/એલાન માટે અગ્રણી કંપની વર્ધમાન સાથે જોડાણ કરવાનું અમને ગૌરવ છે. ગ્રાહકોની ઉચ્ચ ગુણવત્તાવાળા પર્ફોર્મન્સ અને ટકાઉ વસ્ત્રોની વધતી માગ આર/એલાન દ્વારા સંતોષવામાં આવે તેને પહોંચી વળવા અમે સંયુક્તપણે કામ કરીશું.

આર/એલાન (ટેકનોલોજી આરઆઈએલના સધન સંશોધન અને વિકાસ માટેના પ્રયત્નો અને ફાયબર ઉત્પાદનમાં તેને બહોળા અનુભવનું પરિણામ છે. આર/એલાન ઈનોવેટિવ કાપડનો એક પોર્ટફોલિયો છે કે માત્ર કાપડ કરતાં કંઈક વધુ છે. આર/એલાનએ ભાવિ પેઢીનું ફેબ્રિક ૨.૦ છે અને તેનો ઉપયોગ ગ્રાહકોની સતત વધતી જતી માગ સંતોષે છે. આર/એલાન, એક્ટિવવેર, ડેનિમ, એથનિક અને વેસ્ટર્નવેર-ફોર્મલ્સ અને કેઝયુઅલ્સ બન્ને, જેવા એપેરલ સેગમેન્ટસમાં પોતાનું આગવું સ્થાન ઉભુ કર્યું છે.

આરઆઈએલે આર/એલાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી પેઢીના કાપડનું ઉત્પાદન કરવા ૩૦થી વધુ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. હબ એકસેલન્સ પાર્ટનર્સનું આ ભારતવ્યાપી નેટવર્ક બ્રાન્ડ્સ/રિટેલર્સને વિધિસર ઉત્પાદન, સમયસર ડીલીવરી અને સુનિશ્ચીત ગુણવત્તાની ખાતરી પૂરી પાડે છે. સહિયોગીઓને ટેક્ધિકલ પ્રશિક્ષણ, લીડ્સ અને નવા ઉત્પાદનો વિકસાવવા માટેની જ‚રિયાતો માટે સહાય પણ આપશે.

આર/એલાન આ રીતે ગ્રાહકોને નવી પેઢીનું એવું કાપડ પૂરું પાડે છે જે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડસને અનુકૂળ છે સાથે સાથે તે ગ્રાહકની લાઈફ સ્ટાઈલની જ‚રિયાતો પણ સંતોષે છે. આરઆઈએલના આ પ્રયાસો ગ્રાહકોને ખાતરી આપે છે કે, જો વસ્ત્ર આર/એલાનનું તો તે પહેરનારમાં નક્કી કશુંક વિશિષ્ટ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.