Abtak Media Google News

કર લો દુનિયા મુઠ્ઠી મેં

સમયથી આગળ ચાલી રિલાયન્સે ટૂંકા ગાળામાં અનેકવિધ નવા કિર્તીમાનો સ્થાપ્યા છે

વિશ્ર્વની ઘણી નામાંકિત કંપનીઓ જે પોતાનો વિકાસ કરતી હોય છે તેમાં ઘણા પરીબળો કામ કરતા હોય છે ત્યારે એશિયા ખંડની સૌથી મોટી રિલાયન્સ કંપનીની સફળતા પાછળ પણ આવું જ કંઈક કારણ છે. રિલાયન્સ હરહંમેશ સમય કરતા આગળ ચાલીને અઘરામાં અઘરા કાર્યોને સિઘ્ધ કર્યા છે અને સફળતા પણ પ્રાપ્ત કરી છે. રિલાયન્સ કંપની પર ૧.૬૦ લાખ કરોડનું જે દેણુ હતું તેની ભરપાઈ કરવા માટે મુકેશ અંબાણીએ ડિસેમ્બર-૨૦૨૦ સુધીનો સમય માંગ્યો હતો પરંતુ આ લક્ષ્યાંકને કંપનીને માત્રને માત્ર ૬૩ દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો અને કંપનીની બ્રાન્ડ વેલ્યુ અને તેનાં શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. હવે બીજી તરફ સાઉદીની આરએમકો કંપની સાથે પણ રિલાયન્સ ભાગીદારી કરવા જઈ રહ્યું છે પરંતુ આ ભાગીદારી ક્રુડ ઓઈલ માટેની નહીં પરંતુ કેમિકલ માટેની થશે.

ગત વર્ષે રિલાયન્સ આરએમકો વચ્ચે ક્રુડને લઈ કરારો થયા હતા પરંતુ હવે આ કંપની સાથે તે કેમિકલ ક્ષેત્રમાં કામગીરી હાથ ધરશે. કેમિકલ વ્યવસાય અત્યંત જોખમી હોવાથી અમેરિકા, યુરોપમાં આરએમકો માટે વ્યાપાર કરવો શકય નથી અને લોકડાઉન પૂર્વે આરએમકો ચાઈના સાથે કેમિકલ ક્ષેત્રમાં વ્યવસાય કરતું હતું પરંતુ હાલ જે રીતે ચાઈનાએ તેની વિશ્ર્વાસનીયતા ગુમાવવી છે તેનાથી ભારત દેશને મોટી તક પણ સાંપડી છે. દેશનાં અબજોપતિ અને કોર્પોરેટ ટાઈકુન મુકેશ અંબાણીએ જાહેરાત કરી છે કે, ભારતનાં કોર્પોરેટ ઈતિહાસમાં અભૂતપૂર્વ ઘટના કહી શકાય તે રીતે રિલાયન્સે ભંડોળ ઉભું કરવામાં જે સફળતા મેળવી છે ત્યારબાદ હવે કંપની સાઉદીની જાયન્ટ રીફાઈનરી કંપની આરએમકો સાથે કેમિકલને લઈ પડતર કરારોને પૂર્ણ કરવા હાલ કામગીરી હાથધરી છે. ગત વર્ષનાં ઓગસ્ટ માસમાં શેર હોલ્ડરોને આપેલા વચન મુજબ અત્યાર સુધીનો સૌથી મોટો રાઈટ ઈશ્યુ અને જીયો પ્લેટફોર્મનાં કેટલાક હિસ્સાનાં વેચાણની શ્રેણી સામે આવી છે.

ઉર્જા ક્ષેત્રની ભાગીદારીમાં રિલાયન્સ હવે આરએમકો સાથે વ્યુહાત્મક ‚પરેખા ૫ૂર્ણ કરવા માટે કામ શરૂકર્યું છે. આ ભાગીદારીથી ભારતીય રિફાઈનરીઓને ક્રુડ ઓઈલનાં કાચા માલ અને કેમિકલ બનાવવા માટેની ભાગીદારી કરવામાં આવશે. રિલાયન્સનાં મુકેશ અંબાણી દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, આ કરાર પહેલા માર્ચ-૨૦૨૦ સુધીમાં પુરો થવાનો હતો પરંતુ કોરોનાનાં કહેરનાં કારણે આ કરાર શકય બની શકયો ન હતો પરંતુ આગામી સમયમાં વહેલાસર આરએમકો સાથેનો કરાર પૂર્ણ કરવામાં આવશે અને રિલાયન્સ કેમીકલ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.