ઘઉં વિનાના રિલાયન્સ લોટ વેંચાયા !

રિલાયન્સ જીયોના નામે લોટ પધારવતી ટુકડીના ચાર સભ્યોની ધરપકડ કરાઈ

સમગ્ર દેશભરમાં કૃષિ કાયદા અમલીકરણ બાદ મોટી કોર્પોરેટ કંપનીઓ ખેડૂતોની જમીન હડપ કરી જશે તે પ્રકારનો ભય ઉભો થયો હતો. જેના પરિણામે હજુ સુધી કૃષિ આંદોલન યથાવત છે. સરકારના અનેક પ્રયત્નો બાદ પણ હજુ આંદોલન સ્વરૂપની આગ જ્વલંત છે. ખેડૂતના મત મુજબ રિલાયન્સ અને અદાણી જેવી મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા તેમની જમીન હડપ કરી લેવામાં આવશે. ત્યારે ખેડૂતો જે ફક્ત ખેતી પર નિર્ભર હોય છે તેમણે આજીવિકા માટે જવું તો ક્યાં જવું તેવો સવાલ ખેડૂતોના મનમાં ઉદ્ભવયો છે. ટૂંક સમય પહેલા અંબાણીની રિલાયન્સ કંપની ઘઉં અને લોટ વેચતી હોવાના સમાચાર મળી આવ્યા હતા ત્યારે અંબાણી અને અદાણી કંપનીએ આવી કોઈ પણ પ્રોડકટ નહીં વિકસાવ્યાનાની વાત રજૂ કરી હતી. ફક્ત અમુક લોકો દ્વારા બનાવટી પ્રોડક્ટ ઊભી કરીને સમગ્ર દેશની જનતાને ગુમરાહ કરવાનું કૃત્ય હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરત પોલીસે રિલાયન્સ જીઓ ના નામે લોટ વેચતી ટુકડી અને ઝડપી પાડી છે. આ ટુકડી દ્વારા રિલાયન્સ જિયો ના નામે લોટનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે રિલાયન્સ જીઓ કંપનીને જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના ભાગરૂપે પોલીસે કાર્યવાહી હાથ ધરતાં ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં જીયો બ્રાન્ડના નામે બનાવટી ચીજવસ્તુઓ વેચતા લોકો સામે સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે.  સુરત પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે.  આ કેસમાં માહિતી આપતાં સુરત ઝોન -૩ ના ડીસીપી વિધિ ચૌધરીએ બુધવારે જણાવ્યું હતું કે રિલાયન્સ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું કે રામ કૃષ્ણ ટ્રેડલિંક કંપની જીઓના નામનો ઉપયોગ કરીને લોટ બનાવતી હતી.  પોલીસને આ મામલે ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.  તેમણે જણાવ્યું કે સુરત પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.  પકડાયેલા તમામ આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.  વધુ લોકો જિઓ બ્રાન્ડના નામે બનાવટી ચીજોના વેચાણમાં સામેલ થઈ રહ્યા છે.  હાલમાં પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે અને સમગ્ર નેટવર્કનો ખુલાસો કરવાનો પ્રયાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે દેશના ઘણા રાજ્યો તરફથી મોટી બ્રાન્ડના નામે બનાવટી ચીજોની ફરિયાદ કરવામાં આવી રહી છે.  પોલીસ આ પ્રકારના કામમાં સામેલ લોકોને પકડવાની સાથે સાથે આખી ગેંગનો ખુલાસો કરે છે.  પરંતુ ફરીથી, કેટલાક લોકો આ પ્રકારના કામમાં વ્યસ્ત રહે છે અને સામાન્ય લોકો સાથે દોસ્તી કરવાનું બંધ કરતાં નથી.  આ પ્રકારના નકલી ઉત્પાદનોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.

Loading...