Abtak Media Google News

રિલાયન્સ હોલ્ડિંગ, યુ.એસ.એ. અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ ઈગલ ફોર્ડ અપસ્ટ્રીમ હોલ્ડિંગ દ્વારા ઈગલ ફોર્ડ શેલના પશ્ર્ચિમી ભાગનો કેટલોક હિસ્સો, ઉત્પાદન કૂવાઓ અને તેને સંલગ્ન સંપતિઓના સનડાન્સ એનર્જી કંપની સો ખરીદ-વેચાણ કરારની જાહેરાત કરવામાં આવી હતી.

આ સોદો આશરે ૧૦૦ મીલિયન ડોલરનો હશે. જો કે તેમાં કેટલાક નીતિ-નિયમો પ્રમાણેના સમાયોજનો અને શરતો લાગુ રહેશે. રિલાયન્સ સોના અન્ય સંયુક્ત ડેવલપર માલિક પાયોનિયર નેચરલ રિસોર્સિસ, યુ.એસ.એ. અને ન્યુપેક દ્વારા કરવામાં આવેલા વેંચાણ વ્યવહારો સો સુસંગત છે. જે સંપત્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તે અટાકોસા, વાસલ્લે, લાઈવ ઓક અને મેકમુલન કાઉન્ટીઝ, ટેકસાસમાં આવેલી છે. અને નજીકના ભવિષ્યમાં તેમાં કોઈ સંયુકત વિકાસ કરવાની યોજના ન હોતી.

રિલાયન્સ ઈગલ ફોર્ડની બાકીની સંપત્તિઓમાં તેનો હિસ્સો અને રસ જાળવી રાખે છે કારણ કે તે વિકાસના મુખ્ય અગ્રતાક્રમે છે. આ વેચાણ પ્રક્રિયા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રમ ત્રિમાસિક ગાળામાં કેટલીક ધારા ધોરણોને લગતી શરતોને અધીન સંપૂર્ણ થાય તેની આશા રખાય છે. સનડાન્સ એનર્જી પ્રમોટર ગ્રુપ સો સંકળાયેલી ની અને આ વેચાણ વ્યવહાર સંબદ્ધ પાર્ટી સોના વ્યવહારની વ્યાખ્યામાં ની આવતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.