Abtak Media Google News

એમેઝોન અને રિલાયન્સ ભેગા થઈ ભારતના રીટેલ માર્કેટને કબજે કરી લેશે

એમેઝોને રિલાયન્સ રિટેલમાં ૨૬ ટકા સુધીનો હિસ્સો ખરીદવા વાટાઘાટ શરૂ કરી છે. બે સિનિયર એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, ચર્ચા માત્ર પ્રારંભિક તબક્કાની છે અને તે સોદામાં પરિણમે એવી કોઈ ખાતરી નથી. અગાઉ વેલ્યુએશન અંગે મતભેદને કારણે ચીનના અલીબાબા ગ્રૂપ સાથે રિલાયન્સની વાટાઘાટ પડી ભાંગી હતી.

એમેઝોન ભારતની મોટી રિટેલ ચેઇન્સમાં લાંબા ગાળા માટે પ્રવેશવાની યોજના ધરાવે છે. કારણ કે ભારતીય બજારમાં ફિઝિકલ આઉટલેટ્સનો શોપિંગમાં મોટો હિસ્સો છે. ફ્યુચર ગ્રૂપ સો એમેઝોનની વાટાઘાટ અંગે ઘણી ચર્ચા ઈ ચૂકી છે, પણ તે ધીમી ગતિએ ચાલી રહી છે. એમેઝોનના પ્રવક્તાએ રિલાયન્સ સંબંધી અટકળો અંગે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી કંપની સતત વિવિધ તકો ચકાસતી રહે છે. સેબીના નિયમ અનુસાર અમે અગાઉ જરૂરી ડિસ્ક્લોઝર આપ્યા છે અને આગામી સમયમાં પણ કમ્પ્લાયન્સને અનુસરીશું. એમેઝોને સીધા વિદેશી રોકાણના સુધારેલા નિયમોનું પાલન કરવાનું હોવાી તે સાવચેતીસાથે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીથી ઇ-કોમર્સના નવા નિયમ અમલી બન્યા છે. એમેઝોન રિલાયન્સ રિટેલમાં ૨૬ ટકાી ઓછો હિસ્સો ખરીદવા માંગે છે જેથી રિલાયન્સ રિટેલ ભારતના ઇ-કોમર્સ માર્કેટપ્લેસમાં સેલર બની શકે. સુધારેલા એફડીઆઈ  નિયમો પ્રમાણે કોઈ સેલર પાસે પ્લેટફોર્મનો ૨૬ ટકાથી વધુ હિસ્સો હોવો જોઈએ નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર એમેઝોન કનઝ્યુ ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોન્સમાં રિલાયન્સ રિટેલની આગેવાનીી આકર્ષાઈ છે. ઉપરાંત, રિલાયન્સ રિટેલના ગ્રોસરી સ્ટોર્સનું વ્યાપક નેટવર્ક એમેઝોનના ફૂડ એન્ડ ગ્રોસરી બિઝનેસને લાંબા ગાળે મદદરૂપ ઈ શકે.

એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર રિલાયન્સ રિટેલ વૈશ્વિક રિટેલ કંપની અવા વ્યૂહાત્મક રોકાણકાર સાથે સોદાની તૈયારી કરી રહી છે. જેથી ઋણમાં ઘટાડો કરી શકાય. જૂનના અંતે રિલાયન્સ રિટેલનું ઋણ ૨.૮૮ લાખ કરોડ હતું. રિલાયન્સ રિટેલ આરઆઈએલની સબસિડિયરી છે. એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, રિલાયન્સ વેલ્યુએશન માટે ખાસ આગ્રહ ધરાવે છે. બંને પક્ષોને એ વાતનો અહેસાસ થયો છે કે, લડવા કરતાં સહયોગ વધુ સારો છે. ભારતના કુલ રિટેલ માર્કેટમાં ઇ-કોમર્સનો હિસ્સો માત્ર ૩ ટકા છે. જોકે, એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યા છે.

એફડીઆઈની પોલિસીમાં ફેરફાર છતાં તેમના વેચાણમાં ઘટાડો નોંધાયો નથી. ઓનલાઇન ઓર્ડરની સગવડ ઉપરાંત, સ્માર્ટફોન યુઝર્સમાં ઉછાળો અને બ્રોડબેન્ડનો વ્યાપ વધવાથી ઇ-કોમર્સને વેગ મળ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે, સોદો સફળ થશે તો રિલાયન્સ રિટેલ એમેઝોન ઇન્ડિયાના ફૂડ અને ગ્રોસરી પ્લેટફોર્મ પ્રાઇમ નાઉ પર સેલર બનશે. ઉપરાંત, તે એમેઝોન માર્કેટપ્લેસના ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન પ્લેટફોર્મ પર પણ પ્રોડક્ટ્સ વેચી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.