Abtak Media Google News

ગત વર્ષના અપુરતા વરસાદથી ચોટીલા પંથકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ : કોંગ્રેસનું આવેદન

ચોટીલા તાલુકા માં ગત વર્ષે થયેલા અપુરતા વરસાદ ની સીધી અસર આ વર્ષે ઉનાળા માં જોવાં મળી છે અને આ પંથક ના મોટાભાગ ના ગ્રામ્ય વિસ્તારો માં અત્યારે અર્ધ દુષ્કાળ જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે ચોટીલા તાલુકા કોંગ્રેસે પ્રાંત અધિકારી ને આવેદન સુપ્રત કરીને ચોટીલા સહિત થાન મુળી તાલુકા ના દુષ્કાળ પીડિતો ના પ્રશ્નો હલ કરવા આવેદન સુપ્રત કર્યું હતું.

ચોટીલા થાન તેમ જ મુળી તાલુકાઓ માં ગયા વર્ષે અપુરતા વરસાદ ના કારણે આ વર્ષે ઉનાળા માં ખુબ જ વિકટ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે અને ખાસ કરી ને ચોટીલા તાલુકા ના ગામો માં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારા ની અછત ની બુમ ઉઠી છે.

ત્યારે ચોટીલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઇ બાવળીયા સહિત ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા , દેવકરણભાઇ જોગરાણા , હરેશભાઇ ચૌહાણ , હરેશભાઇ ઝાંપડીયા , રાઘવભાઇ મેટાલીયા સહિત કોંગ્રેસ ના ૪૩  હોદેદારો , કાર્યકરો ની સહી સાથે ચોટીલા પ્રાંત અધિકારી અંગારી ભાઇ ને મુખ્યમંત્રી ને સંબોધતું આવેદન સુપ્રત કરી આ ત્રણ તાલુકા માટે રજુઆત કરી હતી.

આવેદન માં જણાંવ્યાં મુજબ ચોટીલા , થાન અને મુળી તાલુકાઓ ના ગ્રામ્ય વિસ્તારો માં સતત ત્રણ વર્ષ થી અતિવૃષ્ટિ અને અપુરતા વરસાદ ના કારણે ખેતી આધારિત જીવન પસાર કરતા ખેડુતો ને જીવન જીવવું ખુબ જ મુશ્કેલ બન્યું છે.આ પંથકો માં પાણી અને ઘાસચારા ની અછત અસહ્ય અને વેદના દાયક છે.ત્યારે આ વિસ્તારો માં દુષ્કાળ પીડિતો માટે સહાનુભુતિ રાખી ને ખેડુતો , ખેત મજુરો અને પશુધન માટે તુર્ત જ પાણી ઘાસચારો દેવા નાબુદી પાક વીમો તેમ જ નવા ધીરાણ ની વ્યવસ્થા કરી યોગ્ય કરવા ની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.