Abtak Media Google News

જુન માસથી નવો મહેસૂલ કાયદો અમલી બનશે તેવી આશા

ગુજરાત સરકાર દ્વારા રીયાલીટી ક્ષેત્રને વેગ આપવા અને બિલ્ડરોને વધુને વધુ મદદ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર મહેસુલ કાયદામાં ફેરબદલ કરવાનું વિચારી રહી છે જે આવનારા સમયમાં નવો મહેસુલ કાયદો અમલમાં લાવવામાં આવશે. ૬૩એએ કે જે ટેનન્સી એકટ તરીકે જાણીતું છે. એવી જ રીતે ૬૫-બી કે જે રેવન્યુ કોડ તરીકે જાણીતું છે તે આ બંને કાયદામાં ગુજરાત સરકાર ફેરબદલ કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.

મહેસુલ કાયદાનાં નવા નિયમો જુન મહિનાથી લાગી કરવામાં આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ૬૫-બી એકટ વિશે વાત કરવામાં આવે તો જે કોઈ બિલ્ડરે પોતાનું યુનિટ નિર્મિત કરવામાં જો ૩ થી ૫ વર્ષમાં પૂર્ણ ન કર્યું હોય અને જો તેને તે પ્રોપર્ટી તેમની પાસે જ રાખવી હોય તો તે માત્ર પ્રિમીયમ ભરીને તે પ્રોપર્ટીને હોલ્ડ કરી શકશે. આ કાયદાનાં અમલવારીની સાથે જ રીયલ એસ્ટેટ અને બિલ્ડરોને ઘણી ખરી રાહત પણ મળશે. ૨૦૧૫માં જે ટેનન્સી કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

રાજય સરકાર દ્વારા તેમાં પણ ફેરબદલ કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ટેનન્સી કાયદા વિશે જો વાત કરવામાં આવે તો જે કોઈ બિલ્ડરે કોઈપણ જમીન ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે લીધેલી હોય અને જો તેનાં પર તે ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગનો હેતુ સિદ્ધ ના કરી શકે અને જો તે જમીન અન્ય કોઈને ઔધોગિક વિકાસ માટે વેચવામાં આવે તો તે બિલ્ડરને સરકારને કોઈ જ જંત્રી એટલે કે પ્રિમીયમ આપવાનું રહેશે નહીં. આ પહેલા જંત્રી ૪૦ ટકાથી ૧૦૦ ટકા રહી હતી જેમાંથી હવે રાજય સરકારે પણ બિલ્ડરોને મુકિત આપી છે.

ગુજરાતનાં ચીફ સેક્રેટરી અને મહેસુલ વિભાગનાં સેક્રેટરી દ્વારા સંયુકત રીતે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડનો કાયદો બનાવવામાં આવી રહ્યો છે. સાથોસાથ જમીનને લઈ જે સમસ્યાઓ અને ઈસ્યુ ઉભા થતાં હોય તેનાં સમય મર્યાદામાં પણ ઘટાડો કરવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર નવા કાયદા બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતા પરંતુ ભવિષ્ય માટે સરકાર આ કાયદાને નજીકનાં સમયમાં જ લાગુ કરે તેવી પણ આશા જોવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.