Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ ચૂંટણી રિઝલ્ટ બાદ બીજા જ દિવસે 24 મેના રિલીઝ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર સંદિપ સિંહે ટ્વીટ કરીને નવી રિલીઝ ડેટ જાહેર કરી. અગાઉ આ ફિલ્મ ચૂંટણીની સાથે જ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ, ચૂંટણી પંચે વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન ગણાવી રિલીઝને લોકસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી અટકાવી દીધી હતી.

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મને ‘મેરી કોમ’ ફેમ ડિરેક્ટર ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર્સ સંદિપ સિંહ, સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આચાર્ય મનિષ છે. ફિલ્મમાં વિવેક ઓબેરોયની સાથે મનોજ જોશી, ઝરીના વહાબ, રાજેન્દ્ર ગુપ્તા, બમન ઇરાની પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.