Abtak Media Google News

ઉનાળામાં ગરમી અને તડકાથી બચવાં લોકો અનેકો ઉપાયો અને ઉપચારો કરતા હોય છે. ત્યારે આપણી સંસ્કૃતિનો અતિ મહત્વનો વારસો એટલે યોગ. જે દૂનિયા આખીએ સ્વાસ્થ્ય માટે અપનાવી છે. યોગમાં પણ એવા આસનો દર્શાવાયા છે જે ગરમીમાં રાહત આપી શકે છે. જો ગરમીમાં યોગના આ આસન રાહત આપતા હોય તો તેને અપનાવવાનું કેમ ભૂલાય …..?

તપતા તાપમાં રાહત આપતા કેટલાંક ખાસ યોગ છે જે માત્ર મગજ ઠંડુ કરે છે એવું નથી પરંતુ  ભૂખ અને તરસને પણ નિયંત્રિત કરે છે જેમાં ચંદ્રભેદી યોગનો સમાવેશ થાય છે.

જ્યારે બહાર ખૂબ જ ગરમી હોય અને થાકનો અહેસાસ થતો હોય તો ચંદ્રભેદી યોગ કરવાથી રાહત મળે છે. જેના માટે તમારે દાંતને ભીસીને તેની સાથે જીભને અડાડીને લાંબા શ્ર્વાસ લેવાનાં હોય છે. પછી શ્ર્વાસને ધીમે-ધીમે નાક દ્વારા છોડવામાં આવે છે. આ ટેકનીકને ૫-૧૦ વાર કરો અને આ રીતે નિયમિતરુપથી રોજ કરવું જરુરી છે. આ યોગાસન કરવાથી નર્વસ સીસ્ટમને ઠંડક આપે છે. યોગ કરવાનો યોગ્ય સમય વહેલી સવાર અને ઢળતી સાંજ છે જ્યારે ઠંડકનો અહેસાસ થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.