Abtak Media Google News

૪ ઓકટોમ્બરથી પ્રારંભીક પરીક્ષાઓ શરૂ: બીજી વાર પ્રિલિમ્સ એકઝામ મોકૂફ રાખવી અસંભવ

ઉમેદવારોનાં પરિવહન માટે ખાસ તમામ ટ્રેનો ચાલુ રાખવા રેલવે વિભાગને સૂચન

કેન્દ્રિય લોક સેવા આયોગની પ્રારંભિક પરીક્ષાને લઇ સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે ૪મી ઓકટોમ્બરથી યોજાનારી પરીક્ષા પર રોક લગાવવા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ અરજીનો અસ્વિકાર કરી પરીક્ષા લેવા અંગે આયોગને લીલી ઝંડી આપી દીધી છે.

અરજીકર્તા એક કોરોના વોરિયર્સ છે. તેણે અરજી દાખલ કરી સુપ્રીમ સમક્ષ માંગ કરી હતી કે કોવિડ-૧૯ના કારણે ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેવા અસમર્થ છે. આથી આ પરીક્ષા હાલ બે ત્રણ મહિના સુધી મોકુફ રાખી નવી તારીખ જાહેર કરવામાં આવે. આ અંગે સુનાવણી ન્યાયધીશ એ.એમ. ખાનવિલકર, બી.આર ગવઇ અને કૃષ્ણમુરારીની બેંચે કરી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સોમવારે પણ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજીકર્તાની માંગણીઓને ધ્યાને  રાખી કોર્ટ કેન્દ્રિય લોક સેવા આપણ પાસે જવાબ માંગી સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે, શા માટે યુપીએસીની આ પ્રારંભિક પરીક્ષાઓ રદ ન થઇ શકે?

સુપ્રીમના આ પ્રશ્ર્નનો જવાબ આપતા કોર્ટમાં યુપીએસના વકીલ નરેશ કૌશિકે જણાવ્યુ હતું કે, પરીક્ષા રદ કરવા બાબતે સહમત થવું બિલકુલ શકય નથી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી પહેલા પણ પરીક્ષા રદ કરાઇ હતી. પરંતુ ફરીવાર પરીક્ષા રદ થશે તો સમગ્ર પ્રક્રિયાને નુકશાન થશે અને અન્ય પરિક્ષાઓ પર પણ તેનો પ્રભાવ પડશે.

અરજીકર્તા ઉમેદવારોના વકીલ વી.કે. શુકલાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે હાલ મુખ્ય સમસ્યાએ છે કે વિદ્યાર્થીઓને કોરોના મહામારી વચ્ચે પરીક્ષા આપવા દુરના કેન્દો સુધી જવું પડશે અને ઘણાં વિદ્યાર્થીઓ હાલ કોરોનાથી સંક્રમિત પણ છે તો તેઓ કેમ પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચશે? ઘણાં યુપીએસસી ઉમેદવારો ડોકટર, નર્સ છે તો ઘણી મહિલા ઉમેદવારો ગર્ભવતિ છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને રાહત આપી પરીક્ષા હાલ પુરતની મોકુફ રાખવી જોઇએ તેમ વી.કે. શુકલાએ જણાવ્યું હતું.  જેની સામે ન્યાયધીશોની ખંડપીઠે કહ્યું કે, આ બધી દલીલો એપ્રીલમાસમાં પણ કરવામાં આવી હતી. રહી વાત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવાની તો હવે, વાહન વ્યવહાર સહિતની મોટાભાગની સેવાઓ ફરીથી શરૂ થઇ ચુકી છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ તકલીફો નહી પડે. કારણ કે આ માટે ખાસ ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે.

વકીલ શુકલાના ગર્ભવતી મહિલા અને ડોકટરો નસોના પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અંગેના પ્રશ્ર્ન પર ન્યાયધીશોએ પુપીએસસી પાસેથી જવાબ માંગ્યો છે આ સાથે જે ઉમેદવારો કોવિડ ડયુટીમાં ફરજ બજાવે છે અથવા કોરોના પોઝિટીવ છે. અથવા જેની આ છેલ્લી અટેમ્પ છે સેવા ઉમેદવારોને લઇને પણ કોર્ટ આયોગ પાસેથી જવાબ માંગ્યો છે.

યુપીએસસીના વકીલ નરેશ કૌશિકે આ અંગે જણાવ્યુ કે, હજુ સુધી આ પ્રકારની કોઇ અરજી આયોગને મળી નથી. તેમ છતાં આ બાબતે તપાસ કરાશે. અને ૩ ઓકટોમ્બર સુધીમાં દરેક સીરે ઉચ્ચ વ્યવસ્થા કરાશે. ખાસ કરીને પરિવહનની સુવિધા પુરી પડાશે. આ માટે રેલવે બોર્ડના અધ્યક્ષને તમામ ટ્રેનો ચલાવવા માટે દિશા-નિર્દેશો આપવા ભલામણ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.