Abtak Media Google News

છથી વધુ દાના ગુના અને હેડ કોન્સ્ટેબલ પર ખૂની હુમલા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સને વડોદરા જેલ હવાલે કરાયો

શહેરમાં છથી વધુ દાના અને હેડ કોન્સ્ટેબલ પર ખૂની હુમલાના ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરની પોલીસ કમિશનરના પાસાના વોરન્ટના આધારે વડોદરા જેલ હવાલે કરાયો છે. સંત કબીર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા નામચીન બુટલેગર દિલીપ કરશન ચંદારાણા નામના શખ્સ પાસામાંથી છુટી ફરી દાનો ધંધો શરૂ કરતા તેની ધરપકડ કરવા ગયેલા હેડ કોન્સ્ટેબલ મકવાણા પર ખૂની હુમલો કર્યો હતો.

ખૂની હુમલો અને દાના ગુનામાં સંડોવાયેલા દિલીપ ચંદારાણાની પાસા હેઠળ અટકાયત કરવા પીસીબીના પીએસઆઇ વી.જે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ રાવલ, અજયકુમાર શુકલ સહિતના સ્ટાફે પાસાની દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસાનું વોરન્ટ ઇસ્યુ કર્યુ હતુ. બી ડિવિઝન પી.આઇ. આર.એસ.ઠાકર સહિતના સ્ટાફે પાસાના વોરન્ટની બજવણી કરી દિલીપ ચંદારાણાને વડોદરા જેલ હવાલે કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.