Abtak Media Google News

જીએસટીની નવી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.

નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે જીએસટી કાઉન્સિલની 35મી બેઠક થઈ છે. તેમાં ઘણાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેયે જણાવ્યું કે બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો કે હવે વેપારી આધાર દ્વારા જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે ઘણાં દસ્તાવેજોની જરૂરિયાત પડતી હતી. તેમણે જણાવ્યું કે આધાર દ્વારા રજીસ્ટ્રેશનથી વેપારીઓને ઘણાં ફાયદા પણ થશે.

જીએસટી રજિસ્ટ્રેશન માટેની સીમાને 20 લાખથી વધારીને 40 લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવરની કરવામાં આવી છે.જીએસટી અંતર્ગત વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની સમય સીમાને બે મહીના વધારીને 30 ઓગસ્ટ 2019 કરવામાં આવી છે. પહેલા તે 30 જૂન 2019 હતી. જીએસટીની નવી રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.