Abtak Media Google News

‘સેલ્ફ ડિકલેરેશન’ મારફતે ઉદ્યોગકારોએ અન્ય માહિતી આપવી પડશે: ૧લી જૂલાઇથી નોંધણી પ્રક્રિયા શરૂ

દેશમાં અનેક વિધ પ્રકારના ઉદ્યોગો સ્થાપિત થયેલા છે, જેની મહત્વતા પણ એટલી જ વધુ છે ભારતમાં નાના ઉદ્યોગો લઘુ અને મધ્યમ ઉદ્યોગોની જરૂરીયાત પણ ખૂબ વધુ છે. સરકાર વિકાસલક્ષી યોજનાઓમાં પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપે છે. હાલનાં સમયમાં અનેકવિધ ઉદ્યોગો મંદ પડેલા છે. ત્યારે તેને ફરી જાગૃત કરવા લઘુ અને મધ્યમ ઉદ્યોગો અત્યંત કારગત નીવડશે. ઉદ્યોગો માટે લઘૂ અને મધ્યમ ઉદ્યોગો કરોડરજૂ સમાન છે. હાલની સ્થિતિ ઉપર જો નજર કેન્દ્રીત કરવામાં આવે તો લઘુ અને મધ્યમ ઉદ્યોગોની નોંધણી પ્રક્રિયા ઘણી જટીલ છે. આ પ્રક્રિયાને લઘુ સુદ્દઢ બનાવવા માટે સરકારે નવા નિયમો સાથે ૧લી જૂલાઈથી નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. સરકારનાં આ નવા નિયમનો અને માર્ગદર્શન હેઠળ ઉયોગોને ધમધમવા માટે ઉપયોગી નીવડશે સરકારે નવા નિયમો થકી ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરી લઘૂ અને મધ્યમ ઉદ્યોગોની નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. જેનું નામ ‘ઉદયમ’ રાખવામાં આવ્યું છે. સરકારનાં નવા નિયમો અનુસાર લઘૂ અને મધ્યમ ઉદ્યોગોની નોંધણીમાં માત્ર આધાર નંબરની જ જરૂર પડશે. જયારે અન્ય જરૂરી પૂરાવાઓ સેલ્ફ ડીકલેરેશન મારફતે આપવાના રહેશે આ નોંધણી પ્રક્રિયા ૧લી જૂલાઈથી અમલી બનશે તેવી સરકારે જાહેરાત પણ કરી છે. સરકારી સૂત્રોનાં જણાવ્યા મુજબ ઉદ્યોગકારો દ્વારા જે માહિતી આપવામાં આવશે તેની ચકાસણી પાનનંબર અને જીએસટી નંબર મારફતે કરાશે બીજી તરફ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સ્થાપવા માટે જરૂરીયાત મુજબનાં કાગળો કે દસ્તાવેજોને અપલોડ કે જમા કરવાના રહેશે નહિ. બીજી તરફ એમએસએમઈને ઉદયમ નામથી પણ ઓળખાશે જેથી નોંધણી પ્રક્રિયાનું નામ પણ ઉદયમ રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે. સરકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મૂજબ ગૂડસને સર્વીસને લઈ જે નિકાસ થતી હોઈ છે તેને ટર્નઓવરની ગણતરીમાં નહી લેવાઈ ભલે પછી નિકાસ લઘુ અને મધ્યમ ઉદ્યોગો મારફતે કરવામાં આવ્યું હોઈ નોટીફીકેશનમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નોંધણી પ્રક્રિયા પબ્લીક માટે ૧લી જુલાઈથી અમલી બનાવાશે પ્રાદેશીક અને જીલ્લા સ્તરે પણ સીંગલ વિંન્ડો સિસ્ટમ આધારે એમએસએમઈ ઉદ્યોગની નોંધણી હાથ ધરાશે.

લઘુ અને મધ્યમ ઉદ્યોગોનાં મંત્ર નીતીન ગડકરીએ જણાવ્યું હતુકે, વર્ષોથી લઘુ અને મધ્યમ ઉદ્યોગની નોધણી પ્રક્રિય અત્યંત જટીલ બની છે. પણ હવે આ પ્રક્રિયા અત્યંત જટીલ બની છે. પણ હવે આ પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવાશે.

લઘુ અને મધ્યમ ઉધોગ મંત્રાલય દ્વારા ૧લી જુન ૨૦૨૦નાં રોજ નવું જાહેરનામું બહાર પાડયું હતું જેમાં એમએસએમઈને તેનાં રોકાણ અને તેના ટર્નઓવર ઉપર જ તેનું કલાસીફીકેશન કરવાની વાત કરી હતી. આ કલાસીફીકેશન ૧લી જુલાઈ ૨૦૨૦થી અમલી બનશે તેવું પણ હાલ નોટીફીકેશનમાં જાહેર કરવામાં આવ્યું છે. લઘુ અને મધ્યમ ઉધોગોની નોંધણીને લઈ અનેકવિધ પ્રકારનાં પ્રશ્ર્નો ઉદભવિત થતા હતા જેને દુર કરવા માટે સરકાર દ્વારા નોંધણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. જટીલ પ્રક્રિયાનાં કારણે ઉધોગકારો કે જેને એમએસએમઈ ક્ષેત્રે આગળ વધવું હોય તો તે આ પ્રક્રિયાને કારણે વધી ન શકતા ઘણીખરી તકલીફોનો સામનો પણ કરવો પડતો હતો અને જરૂરી તમામ દસ્તાવેજોને એપ્લીકેશન મારફતે જ આપવા પડતા હતા. આ તકે સરકારે લઘુ અને મધ્યમ ઉધોગોની નોંધણી પ્રક્રિયા સરળ કરવા માટે ઘણા પ્રયત્નો હાથ ધર્યા છે જે ૧લી જુલાઈથી લાગુ થશે બીજી તરફ સરકારે લઘુ અને મધ્યમ ઉધોગોને ઉડ્ડયન નામ આપ્યું છે. લઘુ અને મધ્યમ ઉધોગો મોટા ઉધોગોની કરોડરજુ સમાન પણ ગણવામાં આવે છે જે તમામ ઉધોગો માટે અત્યંત અસરકર્તા અને ફાયદારૂપ નિવડે છે પરંતુ હાલનાં સમયમાં આ ઉધોગની સ્થિતિ અત્યંત નબળી જોવા મળતી હોવાથી લઘુ અને મધ્યમ ઉધોગોને કેવી રીતે બેઠો કરી શકાય તે માટે સરકાર હાલ પ્રયત્ન હાથધરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.