Abtak Media Google News

કંપની બોર્ડના અડધા ડિરેકટરોને સ્વતંત્ર હવાલો સોંપવા સેબી પેનલની ભલામણ

નોંધાયેલી કંપનીઓનું સંચાલન પારદર્શક કરવા ઉદય કોટકની આગેવાનીવાળી સેબી પેનલે કંપનીઓમાં ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરની પોસ્ટ ઉપર અલગ અલગ વ્યક્તિને બેસાડવી ફરજીયાત કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત કંપની બોર્ડમાં એક મહિલાની સ્વતંત્ર ડિરેકટર તરીકે ફરજીયાત નિમણૂંક કરવાનો પક્ષ પણ લેવાયો છે.

આ ઉપરાંત સેબી પેનલે કંપનીના બોર્ડના અડધા ડિરેકટરો સ્વતંત્ર હોવાના જોઈએ તેવી હિમાયત પણ કરી છે.

આ ઉપરાંત પેનલે નોંધાયેલી કંપનીના ડિરેકટરોમાંથી ઓછામાં ઓછા ૬ ડિરેકટરોએ વર્ષે પાંચ વખત મળવું જોઈએ તેવી ભલામણ પણ કરી છે. દેશની ટોચની ૫૦૦ કંપનીઓમાં સાયબર સિકયુરીટી સંબંધે સબ કમીટી અને આઈટી સબ કમીટી ઘડવા પણ જણાવાયું છે. બોર્ડ અને મેનેજમેન્ટ વચ્ચે થતી તકરારો મામલે સમાધાનનું વલણ જળવાઈ રહે તે માટે સીએમડીની પોસ્ટ ઉપર કોઈ એક વ્યક્તિને નહીં બેસાડવાની ભલામણ થઈ છે.

આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, કંપનીનું સ્ટ્રકચર ત્રણ તબકકાનું હોય છે. જેમાં શેર હોલ્ડર, બોર્ડ અને મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર કોઈ એક વ્યક્તિ હોય તો તકરાર થઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે માટે બન્ને જગ્યાએ અલગ અલગ વ્યક્તિ બેસાડવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.