Abtak Media Google News

૧૬ ઓકટોબરથી સ્ટીલ, લોખંડ સહિત અનેકવિધ વસ્તુઓ માટે નોંધણી કરવી ફરજીયાત

સરકાર હાલ આયાત અને નિકાસમાં અનેકવિધ ફેરફારો કરી રહ્યું છે જેથી દેશની આવકમાં અનેકઅંશે વધારો થઈ શકે ત્યારે સરકાર દ્વારા હવે સ્ટીલની નોંધણી પણ ફરજીયાત કરવામાં આવી છે. આગામી ૧૬ ઓકટોબરથી સ્ટીલ અથવા તો લોખંડ સહિતની કોઈપણ ચીજવસ્તુઓ માટેની આયાત કરવાની હોય તો તે માટે નોંધણી કરવી અત્યંત જરૂરી છે જેના માટે સરકારે સ્ટીલ ઈમ્પોર્ટ મોનીટરીંગ સિસ્ટમને અમલી બનાવી છે. માત્ર સ્ટીલ અથવા લોખંડ જ નહીં પરંતુ તેમાંથી ઉદભવિત થતા સ્ક્રેપની નોંધણી પણ આયાત કરતી વખતે કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ હાલ ૩૦૦ જેટલી ચીજવસ્તુઓ ઉપર રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું હતું તેમાં હવે સરકારે ૨૩૦ ચીજવસ્તુઓનો ઉમેરો કર્યો છે જેથી હવે કુલ ૫૩૦ જેટલી ચીજવસ્તુઓ પર નોંધણી કરવી અનિવાર્ય છે.

સરકાર દ્વારા લોખંડ અને સ્ટીલની અનેકવિધ ચીજવસ્તુઓ ઉપર નિયંત્રણ મુકવામાં આવ્યો છે જે ચેપ્ટર ૭૨માં નોંધાયેલું છે એવી જ રીતે સ્ટીલ અને લોખંડના સ્ક્રેપની માહિતી અને તેની નોંધણી પણ ચેપ્ટર ૭૩માં કરવા માટે જણાવાયું છે એવી જ રીતે ટ્રામવેના લોકોમોટીવની નોંધણી પણ ચેપ્ટર ૮૬માં કરવા માટે જણાવવામાં આવ્યું છે માત્ર આટલું જ નહીં પરંતુ રોલીંગ સ્ટોક, ટ્રાફિક સિંગનલ ઈકવીપમેન્ટ, ડિઝલ ઈલેકટ્રીક લોકોમોટીવ, વાયર, રોપ, કેબલ, સ્પ્રીંગ, ટયુબ અને પાઈપ સહિતની ચીજવસ્તુઓની નોંધણી હવે ફરજીયાત કરવામાં આવી છે. એસ.આઈ.એમ.એસ. એટલે કે સ્ટીલ ઈમ્પોર્ટ મોનીટરીંગ સિસ્ટમ મારફતે તમામ પ્રકારની સ્ટીલની ચીજવસ્તુઓ કે જે આયાત કરવામાં આવે છે તેની વિગતો એકત્રિત કરવામાં આવશે. ૧૬ ઓકટોબર ૨૦૨૦ કે ત્યારબાદ કોઈપણ એન્ટ્રી બિલ આયાતને લઈ બનશે તો તેના માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.

એસઆઈએમએસના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે ઉધોગપતિ લોખંડ કે અન્ય કોઈ ચીજવસ્તુઓની આયાત કરી રહ્યું છે તો તેઓએ ક્ધસાઈમેન્ટ અંગેની વિગતો ઓનલાઈન આપવાની રહેશે અને ઓટોમેટીક રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેેશે જેના માટે ઉધોગકારોએ ૫૦૦ રૂપિયાથી ૧ લાખ રૂપિયા સુધીની ફી પણ ભરવાની રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ આયાતકાર કે જે આયાત કરી રહ્યા હોય તેઓએ ઓર્ડરના ૬૦ દિવસ પૂર્વે અથવા તો ઓર્ડર આપ્યાના ૧૬ દિવસ સુધીમાં નોંધણી કરાવી અનિવાર્ય છે. આયાત કરતા ઉધોગકારોને જે ઓટોમેટીક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવેલો હોય તે ૭૫ દિવસ સુધી માન્ય ગણાશે જેથી એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, હવે સ્ટીલ અથવા લોખંડને લગતી તમામ ચીજવસ્તુઓ કે જેની આયાત થતી હોય તેમની નોંધણી હવે ફરજીયાતપણે કરાવવી પડશે નહિતર તેમના આયાત ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.