Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વાલી બેઠકમાં કરાઈ ચર્ચા

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વાલી બેઠક રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના વિસ્તારક તથા વાલી પ્રકાશભાઈ સોની તેમજ જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, રાજકોટ શહેરના વાલી રાજુભાઈ બોરીચા, જીલ્લા ઉપપ્રમુખ નીતિનભાઈ ઢાંકેચા, સીમાબેન જોશી, મંત્રીઓ વિનુભાઈ પરમાર, સતીશભાઈ ભીમજીયાણી, જીજ્ઞાબેન પટેલ, મોહનભાઈ દાફડા, રાજકોટ તાલુકા પ્રમુખ વલ્લભભાઈ સેખલિયા, મહામંત્રી શૈલેશભાઈ અજાણી, ગૌતમભાઈ કાનગડ, લોધિકા તાલુકા પ્રમુખ ભરતસિંહ જાડેજા, મનસુખભાઈ સરધારા, મહામંત્રીઓ મોહનભાઈ ખુંટ, હરભમભાઈ કુંગસીયા, લાખાભાઈ સાગઠીયા, કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સિંઘવ, મહામંત્રી સહદેવસિંહ જાડેજા, ઘેલાભાઈ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ભાજપના ૭૧-રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના વિસ્તારક તથા વાલી પ્રકાશભાઈ સોનીએ આગામી ચૂંટણીઓ અને સંગઠનને લક્ષમાં લઈ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ૭૧-રાજકોટ વિધાનસભાના તમામ બુથ સહનું આયોજન કરી વિસ્તારક દ્વારા પ્રવાસનું આયોજન તા.૭/૩ થી કરવામાં આવશે. વધુમાં ઉપરોકત વાલી બેઠકમાં તમામ બુથના વાલી બુથના પ્રમુખ, બુથના મંત્રી, પેઈઝ પ્રમુખોની સંયુકત બેઠક બુથ સહ યોજાશે. આ બેઠકોમાં કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારે કરેલા પ્રજાલક્ષી અસરકારક નિર્ણયો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. સરકારે કરેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી લઈ જવા આગામી દિવસોમાં બુથ વાઈઝ બેઠકો યોજી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, આપણી સરકારએ રાજકોટ જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં નર્મદાના નીર પહોંચાડયા છે. સૌની યોજના થકી રાજકોટ જીલ્લો હરિયાળો પ્રદેશ બની ગયેલ છે. આપણી સરકારની કામની સિદ્ધી અને ફળશ્રુતિને પ્રજા સુધી લઈ જવા પ્રથમ દોરમાં સંગઠનને ગામડે-ગામડે મજબુત બનાવી આગામી ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી જીતશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.