Abtak Media Google News

આગામી લોકસભાની ચુંટણી માટે પ્રદેશ ભાજપે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ લોકસભાની બેઠક માટે નિયુકત કરવામાં આવેલા પ્રભારીઓએ આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત પ્રભારીઓ રાજય આયોજન પંચના ઉપાઘ્યક્ષ નરહરી અમીન, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી, પૂર્વ સંસદ સભ્ય પુષ્પદાન ગઢવી, પ્રદેશ ભાજપ સંયોજક પ્રદીપભાઇ ખીમાણી અને જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખે વિધાન સભા ૬૮, ૬૯, ૭૦, ૭૧ ની પરિસ્થિતિનો તાગ મેળવવા વિગતો એકત્ર કરી હતી.

Dsc 1510

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ ધ્રુવ સહિતનાની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગર લોકસભા બેઠકનાં પ્રભારી રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરીભાઈ અમીન, શહેરના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ તથા પ્રદીપભાઈ ખીમાણી દ્વારા આજથી બે દિવસ રાજકોટ મહાનગરના ૧ થી ૧૮ વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે તા. ૬-૮ને સોમવાર તથા તા. ૭-૮ને મંગળવારના રોજ બે દિવસ સુધી લોકસભા બેઠકની વિસ્તૃત સમીક્ષા બેઠકનો પ્રારંભ કરવામાં આવેલ છે.

Dsc 1505

ત્યારે લોકસભા સમિક્ષા બેઠકનાં પ્રભારીઓનું પુષ્પગુચ્છ, બુક અને ખેસથી કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ આ સમીક્ષા બેઠકમાં ઉપરોકત અગ્રણીઓએ વોર્ડ વાઈઝ બુથસહ માહિતી મેળવી હતી અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે અંગે ઘટતુ કરવાનું માર્ગદર્શન આપ્યું હતુ.

આ તકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરીભાઈ અમીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ બહુમતી સાથે સતા‚ઢ થયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકાર દ્વારા ખરા અર્થમાં છેવાડાના માનવીનો વિકાસ થયો છે. ત્યારે આઝાદીથીલઈ કોંગ્રેસની સરકારો દ્વારા જે વિકાસ દેશ અને રાજયમાં થયો નથી તે વિકાસ ભાજપના નેતૃત્વમાં થયો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં વિકાસના શીલ્પી તરીકે ગુજરાતની જનતાના હૃદયમાં સ્થાન પામ્યા છે.

ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તેમાટે કાર્યકર્તાઓને શીખ આપી હતી. આ લોકસભા સમિક્ષા બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, પ્રવિણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, રાજન ઠકકર, નલહરી, ચેતન રાવલ, હરેશ ફીચડીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.