Abtak Media Google News

કોન્ટ્રાકટર બેઈઝ કોમ્પ્યુટર ઓપરેટરો પુરા પાડતી એજન્સીએ સાંજે ૫ વાગ્યા બાદ કામ કરવામાં અસહમતિ દર્શાવી: પ્રાંતના આદેશ સામે કલેકટરને રજૂઆત

ઉપલેટામાં મગફળી ખરીદીની નોંધણીપ્રક્રિયા તપાસવા માટે પ્રાંત અધિકારીએ ઓચિંતી મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારીને સ્ટાફને ખેડુતોને સરળતા માટે સાંજ સુધી રોકાવામાટેનો આદેશ કર્યો હતો. ત્યારે કોન્ટ્રાકટ બેજ પર કોમ્પ્યુટર ઓપરેટર પુરા પાડતા એજન્સીએ આ આદેશ સામે અસહમતી દર્શાવી હતી ઉપરાંત એજન્સીએ આજે પ્રાંત આદેશ સામે કલેકટરને રજૂઆત પણ કરી હતી.

ઉપલેટા ખાતે હાલ ટેકાનાભાવે મગફળીની ખરીદી માટેનીનોંધણીપ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમ્યાન ગઈકાલે રવિવારે પ્રાંત અધિકારીએ ઓચિંતી સ્થળ મુલાકાત લઈને કામગીરીની તપાસણી હાથ ધરી હતી. આ દરમ્યાન પ્રાંત અધિકારી રાયજાદાએ સ્ટાફને સાંજ સુધી રોકાવાનો આદેશ કર્યો હતો. પરંતુ કોન્ટ્રાકટ બેજ પર કોમ્પ્યુટર ઓપરેટર પૂરા પાડતી એજન્સીએ સાંજના પાંચ વાગ્યા બાદ કામ કરવાની ના ભણી દીધી હતી.

ઉપરાંત આજરોજ આ સ્ટાફ દ્વારા પ્રાંત અધિકારીના આદેશ સામે કલેકટર કચેરીએ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાફ પોતાનું કામ પડતુ મૂકીને રાજકોટ દોડી આવતા ઉપલેટા ખાતે ટેકાનાભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા ટલ્લે ચડયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાંત અધિકારી રાયજાદાએ જણાવ્યું હતુ કે તેઓએ ગઈકાલે રવિવારે નોંધણી પ્રક્રિયાની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેઓએ સ્ટાફને જણાવ્યુંહતુકે ખેડુતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી કરવાની છે. ઘણા ખેડુતો સાંજના સમયે રજીસ્ટ્રેશન માટે આવતા હોય છે ત્યારે સ્ટાફે સાંજ સુધી રોકાવાની આવશ્યકતા છે.

તેની સામે કોન્ટ્રાકટ બેજ પર કોમ્પ્યુટર ઓપરેટર પુરા પાડતી એજન્સીએ સાંજે પાંચ વાગ્યા બાદ કામ કરવાની ચોખ્ખી ના ભણી દીધી હતી ત્યારે પ્રાંત અધિકારીએ એવું પણ કહ્યું હતુ કે વેતનનો જો પ્રશ્ન હોય તોતેનો ઉકેલ થઈ જશે પરંતુ સાંજે પાંચ વાગ્યા બાદ ખેડુતોની સરળતામાટે કામ તો કરવુ જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.