Abtak Media Google News

પ્રો. ડો. જયદીપસિંહ ડોડીયાની સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને રજુઆત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી ભવનના પૂર્વ અઘ્યક્ષ ડો. જયદીપસિંહ ડોડીયાએ સૌરાષ્ટ્ર યુનિર્સિટીના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણીને એક પત્ર પાઠવી પ્રો. કમલ મહેતાના અંગ્રેજી ભવનના અઘ્યક્ષ તરીકેના કાર્યકાળમાં તેના દ્વારા પી.એચ.ડી. સંદર્ભે આચરવામાં આવેલ ગેરરીતીઓ અંગે તપાસ સમિતિની નિમણુંક કરવા રજુઆત કરી છે.

પ્રો. ડોડીયાએ તેમની રજુઆતમાં જણાવ્યું છે કે, પ્રો. કમલ મહેતાએ તા. રર-૩-૨૦૧૪ ના રોજ અગાઉથી નકકી થયા મુજબ માત્ર એક જ વગદાર વિદ્યાર્થીને પીએચડીમાં પ્રવેશ આપવા બાબતે ડીનની ગેરહાજરીમાં માત્ર એક જ વિષય નિષ્ણાંતની હાજરીમાં ડી.આર. સી. બોલાવી હતી અને આ વિદ્યાથીને પ્રવેશ આપેલ છે.

આ વિદ્યાર્થીના માર્ગદર્શક તરીકે અંગ્રેજી વિષયની અભ્યાસ સમીતીના અઘ્યક્ષ ડો. ઇરોઝ વાજાને ફાળવવામાં આવ્યા હતા. પ્રવેશ આપવાનું અગાઉથી નકકી કરી અને એક વિદ્યાર્થી માટે ડી.આર. સી.નું નાટક કરવું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રસ્થાપિત ધારાધોરણોની બિલકુલ વિરુઘ્ધની બાબત છે.

આ ઉપરાંત પ્રો. મહેતાએ તેના અઘ્યક્ષ તરીકેના કાર્યકાળમાં એમ.એ.માં પુરા પપ ટકા ન હોય તેવા બે વિદ્યાર્થીઓને ઓનપ કેટેગરીમાં પ્રવેશ આપી પીએચડી પ્રવેશ માટેના યુ.જી.સી. રેગ્યેલેશન-૨૦૦૯ નો છડેચોક  ભંગ કર્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ. ની પીએચડી ઓડિનન્સનું મન ઘડત અર્થધટન કરીને કેટલાક વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ બે-બે વર્ષ વિલંબ કર્યો છે.

5.Friday 1 1 E1584099928636

પ્રો. મહેતાના અઘ્યક્ષ તરીકેના કાર્યકાળમાં વિવિધ કક્ષાએ થયેલા છબરડાઓથી વર્તમાન કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી વાકેફ છે. ભવનના અઘ્યક્ષનો ચાર્જ સામાન્ય રીતે ભવનના સીનીયર મોસ્ટ અઘ્યાપકને અપાતો હોય છે પરંતુ પ્રો. કમલ મહેતા સામેની ફરીયાદો કુલપતિ  દ્વારા પણ ગંભીરતાપૂર્વક ઘ્યાને લેવામાં આવેલ છે.

પ્રો. મહેતાને પુન: અઘ્યક્ષ બનાવવા માટે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. ના એક વગદાર જુથ દ્વારા કુલપતિ પર પણ સતત યેન કેન પ્રકારે દબાણ લાવવામાં આવ્યું હતું. પરંતુ કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણીએ તેમના નિર્ણય પર અડગ રહી ને કુલપતિ પદની ગરીમા જાળવી રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.