Abtak Media Google News

સબસીડી વગરના એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર રૂ.૩૫.૫૦ ઘટાડી દીધી છે અને સબસીડી ધરાવતા સિલિન્ડરમાં ૧.૭૪ રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. સરકારી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના શહેરોમાં પાઈમ તેમજ કમ્પ્રેસડ નેચરલ ગેસની આપુર્તિ માટે દર વધારવામાં આવ્યા હતા. ૧૪ કિલોના બિન સબસીડી ધરાવતા રાંધણ ગેસની કિંમત રૂ.૬૮૯ને બદલે રૂ.૬૫૩.૫૦ રહેશે. ઓઈલ કંપનીઓએ ગેસના ભાવ ઘટાડા સાથે વિમાનના ઈંધણની કિંમતો પણ ઘટાડી છે. જેમાં રૂ.૨૩૧ની રાહત કરવામાં આવી છે. જોકે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સીએનજીમાં ૯૦ પૈસા પ્રતિ કિલોનો વધારો કર્યો છે તો આઈજીએલે નોયડા, ગ્રેટર નોયડા અને ગાઝિયાબાદમાં સીએનજીના ભાવ વધાર્યા છે. રાંધણગેસના ભાવવધારાથી મહિલાઓએ હાશકારો અનુભવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.