Abtak Media Google News

શાઓમીએ ગત વર્ષે સુપરહિટ સાબિત થયેલા પોતાના Redmi Note 5 Proનું અપગ્રેડ વર્ઝન Redmi Note 6 Pro આજે (22 નવેમ્બર) ભારતમાં લોન્ચ કર્યો. શાઓમીની રેડમી નોટ સીરિઝના સ્માર્ટફોન સારા કેમેરો, સારું પરફોર્મન્સ અને લાંબી બેટરી લાઇફ તથા પોકેડ ફ્રેન્ડલી કિંમતો માટે પોપ્યુલર છે.

Redmi Note 6 Pro ને 4 જીબી રેમ+64 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ+ 64 જીબી સ્ટોરેજ એમ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 4 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 13999 રૂપિયા છે જ્યારે 6 જીબી રેમ વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા રાખવામાં આવી છે.

Redmi Note 6 Pro 1રેડની નોટ 6 પ્રોના ફીચર્સ
– 6.26 ઇંચની ફુલ એચડી નૉચવાળી ડિસ્પ્લે
– 4/6 જીબી રેમ
– 64 જીબી સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
– 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
– 20+2 મેગાપિક્સલના ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા
– ક્વૉલકોમ સ્નેપડ્રેડન 636 પ્રોસેસર
– ક્વીક ચાર્જ 3.0 સપોર્ટ (ફોનની સાથે નોર્મલ ચાર્જર જ આવશે, ફાસ્ટ ચાર્જર અલગથી ખરીદવાનું રહેશે)
– કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન
– બ્લેક, રોઝ ગોલ્ડ, રેડ, બ્લૂ કલર્સમાં ખરીદી શકાશે
– એન્ડ્રોઇડ 8.1 ઓરિયો

1542800416 Xiaomi Redmi Note 6 Pro Colours

ફોનનો પહેલો સેલ આવતી કાલે 23 નવેમ્બરે (બ્લેક ફ્રાઇડે) બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ અને મી.કોમ પર યોજાશે. પહેલા સેલમાં નિમિત્તે બંને ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તે સિવાય HDFC બેંકના કાર્ડથી ખરીદી કરવા પર રેડમી નોટ 6 પ્રો પર વધુ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

બપોરે 12 વાગ્યા સિવાય મી.કોમ પર સરપ્રાઇઝ સેલ પણ રાખવામાં આવ્યો છે, જેનો સમય બપોરે 12 વાગ્યાના સેલ પછી જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.