Abtak Media Google News

 ‘શાઓમી’એ જાહેર કર્યું છે કે તે પોતાના ફ્લેગશિપ ‘રેડમી K20 પ્રો’ સ્માર્ટ ફોનની એક લિમિટેડ એડિશન બજારમાં મૂકશે. આ સ્માર્ટફોન પ્યોર ગોલ્ડ અને ડાયમંડથી બનેલો હશે.

આ ફોનની બેક સાઈડ સોનાની બનેલી હશે અને તેમાં ડાયમંડથી ‘K’ લખેલું હશે. આ ફોનમાં અંદાજે 100 ગ્રામ જેટલું સોનું હશે.

રેડમી K20 પ્રો સિરીઝના રેગ્યુલર ફોન માર્કેટમાં 27,999 રૂપિયાની કિંમતે વેચાય છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર, 6.39 ઇંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે, ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, 4000 mAh બૅટરી, ફાસ્ટ ‘સોનિક ચાર્જ’ વગેરે ફીચર્સ સામેલ છે. આ ફોન 20 મેગાપિક્સલ પોપ અપ સેલ્ફી કેમેરા અને 48 MP+13 MP+8 MP ટ્રિપલ રિઅર કેમેરા સાથે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.