Abtak Media Google News

ટંકારાના હડમતીયા રોડ પર કાર ચાલક પાસેથી કાર અને રોકડ રકમના ધાડ અને લૂંટ કરનાર ત્રણ ઇસમોને મોરબી એલસીબી ટીમે દબોચી લીધા હોય જે ઇસમોએ રાજકોટમાં મોટરસાયકલ ચોરીના ગુન્હાઓને પણ અંજામ આપ્યાનો ખુલાસો થયો છે

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ ચોરી અને લૂંટ સહિતના ગુન્હાઓના ભેદ ઉકેલવા કાર્યરત હોય જેમાં હડમતીયા ગામની સીમમાં આઈ ૧૦ કાર જીજે ૧૦ બીજી ૨૦૯૧ ના ચાલકને માર મારી કાર અને રોકડ રકમની લૂંટ ચલાવી હોય જે છ પૈકી ત્રણ આરોપીઓ ચોરીના મોટરસાયકલમાં ટંકારા-લતીપર ચોકડી પાસેથી પસાર થવાના હોય તેવી બાતમીને પગલે વોચ ગોઠવી હતી અને આરોપી દિતિયાભાઈ રેમસિંગ પલાસીયા, ગિરધાર રેમસિંગ પલાસીયા અને ભાવસીંગ રેમસિંગ પલાસીયા રહે ત્રણેય મૂળ એમપી હાલ ટોળ તા. ટંકારા વાળાને ઝડપી લેવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.