સરકારને પ્રજાની લાલ આંખ: કોંગ્રેસે શરૂ કર્યુ મિસ કોલ અભિયાન

સ્પીક અપ ઇન્ડિયા અંતર્ગત પ્રજાના પ્રશ્નો અને વિવિધ માંગણીઓ બાબતે કોંગ્રેસની હેલ્પલાઈન નંબર જાહેર, મો.૮૪૬૯૯ ૯૭૦૮૯ પર મિસકોલ કરો: અશોક ડાંગર

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં આજ સ્પીક અપ ઇન્ડિયા અંતર્ગત સરકારને પ્રજાની લાલ આંખ  મિસકોલ અભિયાનનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ  ડો.હેમાંગભાઈ વસાવડા દ્વારા શરુ કરવામાં આવ્યો છે તેમજ આ કાર્યક્રમ અંગે ગુજરાત મહિલા કોંગ્રેસના મહિલા પ્રમુખ  ગાયત્રીબા વાઘેલા દ્વારા જનતાને માંગણી અને પ્રશ્નો માટે મિસકોલ કરવા અપીલ કરી છે.

આ મિસકોલ અભિયાનમાં લાઈટબીલ માફ કરવા, મિલકતવેરો માફ કરવા પેટ્રોલ-ડીઝલના ભાવો ઓછા કરવા, શાળા કોલેજના પ્રમ સત્રની ફી માફ કરવા, બેરોજગાર યુવાનોને નોકરી આપવા, દુકાનદારો-લારીગલ્લા, રીક્ષા ચાલકો, છુટક મજુરોને આર્થિક સહાય આપવા, જેવા અનેક પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ માંગણીઓ મો. ૮૪૬૯૯ ૯૭૦૮૯ પર મિસકોલ આપવા મનપાના વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા અને પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે. આ તકે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ ડે. મેયર ભરતભાઈ મકવાણા, મોહનભાઈ સોજીત્રા, રહીમભાઈ સોરા, દિનેશભાઈ ચોવટિયા, દિનેશભાઈ મકવાણા, મુકેશભાઈ ચાવડા, રાજકોટ મનપાના વિરોધપક્ષના ઉપનેતા મનસુખભાઈ કાલરીયા સહીત કોંગ્રેસના વોર્ડ પ્રમુખો, ફ્રન્ટલ-સેલ વિભાગના ચેરમેનો, કોર્પોરેટરો સહિતના આગેવાનો, કાર્યકરોએ પ્રજાના પ્રશ્નોને વાચા અપાવવા મિસકોલ અભિયાન હા ધર્યું છે. તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

Loading...