Abtak Media Google News

તાજેતરમાં ગાજેલા રાજ્યવ્યાપી રેશનકાર્ડ કૌભાંડમાં સંડોવાયેલા રાજકોટના ચાર સસ્તા અનાજના વેપારીઓનું લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે તેઓનું લાયસન્સ કાયમી માટે રદ કરવા કલેક્ટર તંત્રએ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

4. Thursday 2 2

પ્રાપ્ત થતી વીગતો મુજબ રેશનકાર્ડ બોગસ આધારકાર્ડનું મેપિંગ કરીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમદાવાદ સાયબર સેલે હાથ ધરેલી તપાસમાં રાજકોટના બે ઓપરેટરો અને ૯ વેપારીઓની સંડોવણી ખુલી હતી. જેથી સાયબર સેલે આ ૧૧ શખ્સોને અહીંથી ઉપાડી લીધા હતા. અને અમદાવાદ લઈ જઈને સઘન પૂછપરછ આદરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે અમદાવાદ સાયબર સેલે ઓફિસયલી કલેક્ટર તંત્રને કોઇ પણ પ્રકારની જાણ કરી ન હતી. માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ૨ થી ૩ વખત અમદાવાદ સાયબર સેલ પાસેથી વિગતો મંગાવી હતી. અંતે  સાયબર સેલે ચાર વેપારીઓની વિગતો આપી હતી.  આ વિગતોના આધારે જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાએ બનાવટી ફિંગરપ્રિન્ટના આધારે ગરીબોનું અનાજ ચાઉ કરી જતા ગોવિંદરામ હરિરામ હરિયાણી, મહેશભાઈ પ્રવીણભાઈ ભૂપતાણી, મહેશભાઈ ભગવાનદાસ ચંદનાણી અને હિંમતલાલ ચનાભાઈ બાબરીયા નામના પરવાનેદારોની સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ ૯૦ દિવસ માટે રદ કર્યું હતું.આ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને શે જણાવ્યું કે આ ચારેય વેપારીઓના લાયસન્સ કાયમી માટે રદ કરવામા આવનાર છે.

જિલ્લામાં સુજલામ સુફલામ હેઠળ શનિવારથી ૪૭૦ કામો શરૂ કરાશે

રાજકોટ જિલ્લામાં આગામી શનિવારથી સુજલામ સુફલામ અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે. આ વખતે રૂ. ૫.૮ કરોડના ખર્ચે તળાવ તથા ચેકડેમ ઊંડા કરવાના ૪૭૦ કામો કરવામાં આવનાર છે.  આ ઉપરાંત ૧૩૯ જેટલા કામો લોકભાગીદારીથી પણ કરવામાં આવનાર છે. પ્રાંત અધિકારીઓએ લોકો પાસેથી પ્રપોઝલ મંગાવી હતી જેના આધારે કામો નક્કી કરવામાં આવ્યા છે. તેમ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.