Abtak Media Google News

રાજકીય ઇશારે ખેલ પડાયાનો પાલિકા પ્રમુખનો આક્ષેપ

વંથલી પાલિકાની ડસ્ટબિન ખરીદીમાં પ્રાદેશિક કમિશનરના રૂ.૧૧.૫૦ લાખની રિકવરીના હુકમ સામે વંથલી નગરપાલિકાના પ્રમુખ કોર્ટમાં જશે તેમ જાણવા મળેલ છે, અને વંથલી નગરપાલિકાના પ્રમુખની આગામી મહિનામાં ચૂંટણી થવાની છે ત્યારે જ ગાંધીનગર પ્રાદેશિક કમિશનરનો હુકમ આવતા રાજકીય ગરમાવો આવ્યો છે, જો કે વંથલી પાલિકાના પ્રમુખ એમ કહી રહ્યા છે કે આ બધુ રાજકીય ખેેલ  છે અને મને ભાજપે ઓફર કરી હતી પણ મેં ઠુંકરાવી દીધી હતી એટલે આ એક રાજકીય પ્રેસરની વાત છે.

બીજી બાજુ ગાંધીનગર પ્રાદેશિક નિયામકના હુકમની વાત કરીએ તો, વંથલી નગરપાલિકામાં વર્ષ ૨૦૧૭મા ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ૧૦ હજાર દસ્તબીન ખરીદીનો ઠરાવ કરાયો હતો, અને એના માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની હતી તે ઓનલાઈનને બદલે ઓફલાઈન કરાઇ હતી, આ ટેન્ડરની કિંમત રૂ.૨૪ લાખની હતી.

આ ખરીદી સામે વંથલી નગરપાલિકાના સભ્યો હુસેનાબેન હુસેનભાઇ સોઢા, યાસીનભાઈ હાજી હસન અગવાન અને હુસેનભાઇ અલીભાઈ સોઢાએ નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને રજૂઆત કરી હતી, જેનો કેસ ચાલી જતા ભાવનગર પ્રાદેશિક કમિશનરએ તત્કાલીન પ્રમુખ અલ્યાસબેન સિરાજભાઈ રાજા પાસેથી પ્રત્યેક ડસ્ટબિનના તફાવતના ભાવ રૂ.૧૨૫ ગણી કુલ રૂ.૧૧.૫૦ લાખ વસૂલવા હુકમ કર્યો હતો.

જો કે, વંથલી પાલિકાના વર્તમાન પ્રમુખ ચિરાગભાઈ રાજાએ જણાવ્યું હતું કે, પ્રાદેશિક કમિશનરએ કોલીફીકેશન રિપોર્ટ અને ભાવ મંગાવ્યો એ કંસરન છે અને તેમાં સરકારને ફાયદો છે, કારણ કે રૂ.૩૫૯ ભાવ નક્કી કરેલા હતા તેની સામે અમે રૂ.૨૪૦માં ખરીદી કરાવી છે અને નગરપાલિકાના રૂ.૧૧૯ બચાવ્યા છે, જે જજમેન્ટ આવેલું છે તે બીજી નગરપાલિકાએ ખરીદેલા ડસ્ટબિનના આધારે અપાયું છે, એટલે અમે આ હુકમ સામે કોર્ટમાં જવાના છીએ, ખરેખર તો દોઢ મહિનામાં પ્રમુખની ચૂંટણી આવવાની છે અને મને ભાજપ દ્વારા ઓફર થઈ હતી જે મે નથી સ્વીકારી એટલે રાજકીય પ્રેશર વધારવા આ ટેકનીક અપનાવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.