Abtak Media Google News

યુ.પી.નાં બિલ્ડરોએ રેરાને કરી ભલામણ

સરકારે અનેકવિધ રીતે ઘણા ખરા બદલાવો અનેકવિધ ક્ષેત્રમાં કર્યો છે. જેના ભાગરૂપે રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ઉચ્ચ શિખર ઉપર લઈ જવા માટે નવા નિયમો અને કાયદાનું પણ ગઠન કર્યું છે. રિયલ એસ્ટેટની જો વાત કરવામાં આવે તો જે સમયથી ‘રેરા’ અમલી બનાવાયું તે સમયથી બિલ્ડરોને ઘણી તકલીફનો સામનો કરવો પડયો છે. પરંતુ હાલ બિલ્ડરો દ્વારા રેરાને અપનાવી લીધું છે. અને બીજી તરફ રીયલ એસ્ટેટ ક્ષેત્રે જે ફ્રોડ થતો જોવા મળતો હતો તેમાં પણ અનેક અંશે ઘટાડો જોવા મળે છે.

ઉત્તર પ્રદેશ રાજયની જો વાત કરવામાં આવે તો આ રાજયનાં બિલ્ડરો દ્વારા રેરાને ભલામણ કરી છે કે તેઓને જે રિકવરી સર્ટીફીકેટ આપવામાં આવે છે. તેને નાબુદ કરવામાં આવે હાલ યુ.પી.માં નવેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન રીયલ એસ્ટેટની કામગીરી ઉપર રોક લાગી જતી હોઈ છે, આ તમામ સ્થિતને ધ્યાને લઈ બિલ્ડરોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોઈ છે. બીજી તરફ ઘણી ખરી વખતે બિલ્ડરો દ્વારા નિર્ધારીત સમય છે જે પઝેશન આપવું જોઈએ તે ન આપતા ઘર ખરીદનાર વ્યકિત રેરામાં બિલ્ડર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા હોઈ છે, પરિણામ રૂપે બિલ્ડરોએ ખરીદનાર વ્યકિત દ્વારા અપાયેલા નાણાને પરત આપવા માટે રિકવરી સર્ટી એનાયત કરવામાં આવે છે. આ સમયમાં ઘણા ખરા ઘર ખરીદનાર લોકો લોન માયે રીકવરી સર્ટીફીકેટ બેંકમાં જમા પણ કરાવતા નજરે પડે છે.

આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ યુ.પી.નાં બિલ્ડરોનું માનવુ છે અને રેરાને ભલામણ પણ કરવામાં આવી છે કે, રીકવરી સર્ટીફીકેટને નાબુદ કરવામાં આવે. ગુજરાત રેરા વિશે જો વાત કરાઈ તો ગુજરાતમાં આ પ્રકારનાં કેસો હજુ સામે આવ્યાનથી ત્યારે ગુજરાત ખાતે જે બિલ્ડર નિર્ધારીત સમયમાં ફલેટનું પઝેશન ન આપે તો તેને ૫ થી ૧૦ પેનલ્ટી ભરવાની જોગવાઈ કરી છે, જેને ધ્યાને લઈ અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત રેરા અનેકવિધ રીતે અલગ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.