Abtak Media Google News

બજારમાં એકાએક તેજ વેચવાલી હાવી થઈ જતા નિફટી ૧૧૦૦૦ની નીચે લપસી ગયો: સેન્સેકસ પણ ૩૬૧૦૦ નજીક પહોંચી જતાં રોકાણકારોના શ્વાસ અધ્ધર

શેરબજારમાં આજે ત્તેજ વેચવાલી હાવી થઈ જતા ૧૧૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જો કે, ત્યારબાદ રીકવરીનો માહોલ બજારમાં જોવા મળ્યો છે. નિફટી ૧૧૦૦૦ની નીચે લપસી ગયા હતા. જયારે સેન્સેકસ પણ ૩૬૧૦૦ની નજીક પહોંચી જતાં રોકાણકારો સ્તબ્ધ થઈ ગયા હતા. સેન્સેકસ એક તબકકે ૩૫૦ પોઈન્ટ વધ્યા બાદ એકાએક અફરા-તફરી જોવા મળી હતી અને બીયર ઉપર બુલ હાવી થઈ ગયું હતું.

યસ બેન્ક, ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ, યુપીએલ, બજાજ ફીન, બજાજ ફાયનાન્સ, મારૂતી સુઝુકી, અદાણી પોર્ટસ, સન ફાર્મા અને ટાટા સ્ટીલ સહિતના શેર ૨૮ ટકાથી ૨ ટકા સુધી ઘટયા હતા. મીડકેપ અને સ્મોલ કેપ શેરોમાં વેંચવાલીનું તોફાન જોવા મળ્યું હતું. જો કે, નીચા મથાળે ફરી લેવાલીના કારણે બજારમાં રીકવરી થઈ હતી. પરંતુ આ રીકવરી રોકાણકારોને સંતોષકારક જણાય રહી નથી.

શેરબજારમાં આજે જોવા મળેલા બ્લડ બાથમાં ઈન્ટ્રા ડે ટ્રેડર્સના નાણા ધોવાઈ ગયા હોવાનું માલુમ પડે છે. માત્ર ૨૦ મીનીટના ગાળામાં કરોડો રૂપિયાની ઉથલ-પાથલ શેરબજારમાં જોવાઈ હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૫૦૦ પોઈન્ટના ગાબડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. બપોરે ૨:૨૦ વાગ્યે બીએસઈ સેન્સેકસ ઉપરમાં ૩૬૬૫૬ જયારે નીચામાં ૩૫૯૯૩ પોઈન્ટ વચ્ચે જોવા મળ્યું છે. નીચેની સપાટીએ સ્પર્શ કર્યા બાદ સેન્સેકસમાં વેચવાલીનો માહોલ હાવી જણાય રહ્યો છે.

નિફટી ફીફટી ૧.૨૯ ટકા તૂટીને ૧૧૦૮૭ પર ટ્રેડ થઈ રહ્યો છે જયારે સ્મોલ કેપમાં ૩.૮૨ અને મીડકેપમાં ૩.૨૦ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. આઈઓસી, હિન્દાલકો, ભારતી ઈન્ફ્રા ટેલ, એચપીસીએલ અને ગેલ જેવા શેરમાં વેંચવાલીનો માહોલ અસરકારક રહ્યો નથી.

રૂપિયો પણ નબળો પડયો

એક તરફ બજારમાં નરમાઈ જોવા મળી રહી છે તો બીજી તરફ ડોલર સામે રૂપિયાનું વજન પણ ઘટયું છે. આજે રૂપિયામાં ૧૮ પૈસાનો ઘટાડો ડોલર સામે જોવા મળ્યો છે. જયારે યુરો સામે રૂપિયો મજબૂત જણાઈ રહ્યો છે. રૂપિયાને મજબૂતી આપવા સરકારના પગલા અત્યારે અસરકારક જણાઈ રહ્યાં નથી. પ્રારંભીક તબકકે ૫૨ પૈસા મજબૂત રહ્યાં બાદ અત્યારે રૂપિયો ૧૮ પૈસાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.