Abtak Media Google News

૨૯મીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે યુવક મહોત્સવનું ઉદ્ઘાટન સાથોસાથ આઇએએસ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા.૨૯ને રવિવારે યુવક મહોત્વસના ઉદઘાટન સમારોહ સો ૩૬૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા પાર્ટી પ્લોટમાં મુખ્ય સમારોહ યોજવામાં આવશે જેમાં ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થી બેસી શકે તેવો વિશાળ વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૨૯ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટની મુલાકાતે આવવાના છે ત્યારે તેમની અધ્યક્ષતામાં સવારે ૮ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિ.નો ૪૯મો યુવક મહોત્સવ ઈન્દ્રધનુષ ૨૦૧૯નો શુભારંભ કરશે. સાથો સાથ ૩૬૦૦૦થી વધુ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ટેબનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિ. તથા જૈન ઈન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે યુપીએસસી કોચીંગ સેન્ટરનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે જેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને નિશુલ્ક પણે તા.૭ ઓકટોબરી યુપીએસસીનું કોચીંગ રેગ્યુલર ધોરણે આપવામાં આવશે. સવારના ૮ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેનારા આ સેન્ટરમાં અભ્યાસ કરાવવા માટે દિલ્હીથી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેમજ સીસીડીસીની અદ્યતન લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં એક સો ૪૦૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વિશાળ લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ લાઈબ્રેરીમાં ૧૦,૦૦૦થી વધુ પુસ્તકોની સુવિધા ઉપરાંત ઈ-કોર્નર, ઈ-લર્નીગ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રવિવારે યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિ.ની એલ્યુમની એસો.ની વેબસાઈટનું લોન્ચીંગ થતા આંકડાશા ભવન રાષ્ટ્રીય સંવાદનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

યુવક મહોત્સવને લઈ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ બેસી શકે તેવો વિશાળ વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને યુનિ.ના મેઈન ગેઈટી સભા સ્થળ સુધી રોહની બન્ને સાઈટ વિવિધ રંગની ધજાઓ ફરકાવવામાં આવી છે અને રોશનીથી રસ્તાને ઝળહળતા કરી દેવામાં આવ્યા છે.યુવક મહોત્સવમાં કોલેજ દીઠ વિદ્યાર્થીઓને ટેબલેટની સાથે ફૂડ પેકેટ આપવામાં આવે તેવી વ્યવસ ગોઠવવામાં આવી છે. આ વખતે ખાસ રેકોર્ડબ્રેક વિદ્યાર્થીઓને ઈ-ટેબનું વિતરણ કરવામાં આવશે.યુવક મહોત્સવને લઈને મોટાભાગની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે અને આખરી આપવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.