Abtak Media Google News

નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક મીડિયા હાઉસ’ના સૌજન્યથી કાલથી રાજકોટ, ગોંડલ, શાપરમાં ૧૧ સ્થળો પર ત્રણ દિવસ કેમ્પમાં નિ:શુલ્ક સ્વાઈન ફ્લુ ડોઝનું વિતરણ

રાજકોટની દિકરી ડો. ચૌલાબેન લશ્કરીએ સ્વાઈન ફલુથી લોકોને બચાવી શકાય તેવી દવા ૭ વર્ષનાં સતત સંશોધન બાદ હોમીયોપેથ દ્વારા રીસર્ચ કરાયેલ મેડીસીનનો ફકત એક જ ડોઝ લેવાથી સ્વાઈન ફલુ સામે એક વર્ષ માટે રક્ષણ આપે છે. જેનું આગામી ત્રણ દિવસ કેમ્પમાં નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. ડો. ચૌલાબેને ‘અબતક’ના આંગણે આવી તેમના સેવાયજ્ઞમાં સહભાગી થવા જાહેર અનુરોધ કર્યો છે.ચૌલાબેન જણાવે છે કે સ્વાઈન ફલુ સૌ પ્રથમ દેખા પ્રથમ વિશ્ર્વ યુધ્ધ વખતે દીધી હતી ત્યારે તે સ્પેનિશ ફલુ તરીકે ઓળખાતો હતો. ધીમેધીમે ભારતમાં પણ પ્રવેશ કર્યો હતો. ત્યારે ૨૦૦૭માં તેમણે આ સ્વાઈન ફલુને ગંભીરતાથી નોંધી ૨૦૦૮થી ૨૦૧૪ સુધી ખાસ સંશોધન બાદ દવાનું મિશ્રણ જાતે બનાવ્યું. હોમિયોપેથીના નિયમ મુજબ તાસીર ઓળખી દવા બનાવવામાં આવે છે. તેનાથી વિ‚ધ્ધ વાઈરસની તાસીર જાણી તેના પર સતત ૭ વર્ષ રીસર્ચ ર્ક્યંુ જેમાં માત્ર એક ડોઝથી જ સ્વાઈન ફલુની અસર ઘટાડવા સફળતા મળી છે.ડો. ચૌલાબેન જણાવે છે કે સ્વાઈન ફલુ ન થાય તે માટે હાલ ચેતવું જ‚રી છે. કારણ કે આ વાઈરસ ૨૦૧૫ કરતા વધારે ખતરનાક છે. સામાન્ય રીતે છીક, ઉઘરસ વગેરે દ્વારા જમ્સ લાગતા હોય છે. ત્યારે સ્વાઈન ફલુનો વાઈરસ ૪૦ મીનીટ સુધી જીવતો રહે છે. સામાન્ય રીતે ભીડમાં તે વધતો જોવા મળ છે. ૨૦૧૫માં ૧૦૦૦માંથી ૨૦ વ્યકિતને વાઈરસ અસર કરતો તેના સ્થાને આ તીવ્રતાથી વધીને ૧૦૦માંથી ૨૦ને અસર પહોચાડતો થયો છે.રાજય સરકાર પણ હાલ સ્વાઈનફલુ માટે સતર્ક છે. અને પગલા ભરી રહી છે. ત્યારે બીજી બાજુએ લોકોમાં બેદરકારી જોવા મળી છે. તેનું કારણ ૨૦૧૫માં આ નામ નવું હતુ જયારે હવે લોકો પરિચિત હોઈ બેદરકાર બન્યા છે.તેની સામે ચૌલાબેન મોલ, થિયેટર મેળા સહિત ટોળામાં ન જવા તેમજ કામ વગર બહાર ન જવા ચેતવણી આપે છે.હાલ સ્વાઈન ફલુનો હાહાકાર વધ્યો છે. ત્યારે ગણપતિ જેવા તહેવારો આવી રહ્યા છે હજુ પણ બે માસ વધુ વકરશે તેવી શકયતા દર્શાવી રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ હજુ પણ નોંધાતા નથી તેનું કારણ તાવ જેવી બિમારીમાં મટી જશે એમ માનીને લોકો માથુ મારતા હોય છે.આગામી ત્રણ દિવસ તેઓ રાજકોટ, શાપર, ગોંડલ રોજના એકથી સવા લાખ લોકોને ડોઝ આપશે તેવો અંદાજ છે. સૌરાષ્ટ્રભરમાં તેમના આ ડોઝ માટે વિવિધ જગ્યાએથી માંગ ઉઠી છે. આ સ્વાઈન ફલુ માટે સંશોધનની પ્રેરણા તેમના પિતા ડો. હર્ષદ લશ્કરી પાસેથી મળેલી ચેલેન્જનાં કારણે મળી કે જેઓ પોતે એલોપેથીક ડોકટર હોય હોમિયોપેથીકની અસર નકારતા આવ્યા છે. તેમની ચેલેન્જ સ્વીકારી ચૌલાબેને ૨૦૦૭માં જ ‘સ્વાઈનફલુ’ વિશે ડેટા એકત્ર કરી સંશોધન હાથ ધર્યું હતુ જેમાં ઓર્થોમાઈકસો વાઈરસ ઉદભવવાનું કારણ ન્યુરો મીનીડેસ અને હીમોમીનીડેસ ભેગા થવાથી થાય છે. અને જેથી સ્વાઈન ફલુ થાય છે તેમ શોધ્યું હતુ. આ વાઈરસ માણસમાં ન ફેલાય તે માટે હજારો ‚પીયાની દવા ભેગી કરી એક મિશ્રણ દ્વારા ડોઝ તૈયાર કર્યો. તેમજ આ વાઈરસ માણસમાં ડુકકર દ્વારા આવ્યો હોવાનું સંશોધન પોતાની મહેનત દ્વારા કરી વર્લ્ડ સાથે અપડેટ થતા રહ્યા હાલ તેઓ ગર્વ અનુભવે છે. અને રાજકોટમાં આ સેવા આપીને સેંકડો જીવ બચાવવા સેવા યજ્ઞમાં જોડાઈ ગયા છે. અને દિવસ-રાત જોયા વગર કેમ્પોમાં સેવા આપી રહ્યા છે. આ માટે તેમને નેમીનાથ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્ઝ) અને અબતક પરિવારનો સહયોગ તથા ડો. કમલેશ ટીંબડીયાનો સાથ મળ્યો છે. જેના કારણે આ ભગીરથ કાર્ય શકય બન્યું છે. તેમ તેઓ શ્રેય આપે છે.ડો. હર્ષદભાઈ લશ્કરીએ પણ હવે તેમના માટે ગર્વ અનુભવે છે. અને તેમના પિતા તરીકે ઓળખાવવા બદલ તથા હોમિયોપેથીનાં વિશ્ર્વના ટોચના ૫૦ વૈજ્ઞાનિકોમાં ચૌલાબેનની ગણતરીબ દલ ખુશી વ્યકત કરી હતી.ડો. ચૌલા બહેને કાલથી ત્રણ દિવસ તા. ૧૯-૨૦-૨૧ રાજકોટ,શાપર, ગોંડલમાં ૧૧ સ્થળો પર કેમ્પ છે તે નિ:શુલ્ક છે તેનો લાભ ઉઠાવવા જણાવ્યું છે તેમજ નાના બાળકથી માંડી કોઈપણ વ્યકિત, અન્ય બિમારીની દવા લેતી વ્યકિત કે સગર્ભા મહિલા તમામ આ દવા લઈ શકે છે. તેમ જણાવ્યું હતુ રાજકોટ તેમનું ઘર છે. રાજકોટમાં માત્ર કેમ્પ પૂરતી જ દવા નિ:શુલ્ક રાખી છે. કારણ કે દરેક તેનો લાભ લઈ શકે. જયારે અમદાવાદમાં પોતાના કિલનિકમાં ૧ ડોઝની કિંમત ૩૦૦ ‚ા. છે આ દવા પાછળ લાખોનો ખર્ચ થાય છે. જેનું રો-મટીરીયલ જર્મનીમાંથી મંગાવવામાં આવે છે. દરેક વ્યકિતને લાભ લેવા જાહેર જનતાને ફરીથી અનુરોધ કર્યો છે. તેમજ સ્વાઈન ફલુથી બચવા જાહેરમાં કારણ વગર જવું નહિ, હાથ ધોતા રહેવું, પાણી પીતા રહેવું, પેટ ખાલી ન રાખવું અને બહાર હાલ તહેવારોમાં મેળામાં કે કયાંય ઠંડી વસ્તુ ન ખાવા સહિતના સૂચનો અનુસરવા જણાવ્યું હતુ.

૧.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ પથીકાશ્રમ, જવાહર રોડ, ઠાકર લોજની સામે, જયુબીલી ચોક રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક ઘનશ્યામભાઈ પંડયા મો.૯૩૭૪૧ ૦૩૫૨૭, ઓ.૦૨૮૧-૨૨૪૩૦૦૦.

૨.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી લેઉવા પટેલ સોશ્યલ ગ્રુપ સેવાશ્રમ, સોરઠીયા પરીવારની વાડીની બાજુમાં, બાપાસીતારામ ચોક નજીક, મવડી ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક દિનેશભાઈ મેઘાણી મો.૯૮૨૫૩ ૮૬૯૫૫, હેતલબેન સીનરોજીયા ઓ.૦૨૮૧-૨૩૭૮૦૦૦, પરસોતમભાઈ પાદરીયા મો.૯૯૨૪૬ ૦૩૫૫૫.

૩.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ૩-મીલપરા મેઈન રોડ, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક સુજાતાબેન પરમાર મો.૯૩૭૪૪ ૨૯૯૯૭, રાજુભાઈ મીસ્ત્રી ઓ.૦૨૮૧-૨૩૩૭૦૦૦.

૪.તા.૧૯/૮/૨૦૧૭ને શનિવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ભોજલરામની વાડી, સંતકબીર રોડ, ત્રિવેણી ગેઈટની સામે, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક કરશનભાઈ ગઢીયા મો.૯૮૨૪૫ ૯૦૦૯૧, કાંતીભાઈ પરમાર મો.૯૯૦૪૫ ૭૯૬૨૩.

૫.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ રેવા-આશીષ, ૪-મહાવીરનગર સોસાયટી હોલ, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક મો.રમેશભાઈ ટાંક મો.૯૯૨૫૦ ૪૭૬૪૫, જયેશભાઈ પરમાર મો.૯૭૩૭૪ ૨૬૬૭૧.

૬.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે પુજીત ‚પાણી મેમોરીઅલ ટ્રસ્ટ કિલ્લોલ, ૧-મયુરનગર, આર.એમ.સી. ઈસ્ટ ઝોન ઓફિસની સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક મો.ભાવીનભાઈ ભટ્ટ મો.૯૪૨૬૯ ૯૮૭૦૧, નિરદભાઈ ભટ્ટ મો.૮૧૬૦૯ ૭૧૮૦૪.

૭.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે મેટોડા જી.આઈ.ડી.સી. જી-૫૦૧, ડેકોસ ભવન, કિસાન ગેટ, મેટોડા ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક એચ.એમ.કંદેસરીયા મો.૯૮૨૫૧ ૩૩૬૬૯, વિનુભાઈ પટેલ મો.૯૯૦૪૩ ૫૦૫૦૦.

૮.તા.૨૦/૮/૨૦૧૭ને રવિવારે ભારતીય જનતા પાર્ટી (રાજકોટ મહાનગર) નરેન્દ્રકુંવરબા સ્કુલ, કરણપરા ચોક, પ્રહલાદ રોડ, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક કમલેશભાઈ મિરાણી મો.૯૭૧૪૭ ૦૭૧૧૩, જીતુભાઈ કોઠારી મો.૯૮૨૫૦ ૭૬૩૧૬.

૯.તા.૨૧/૮/૨૦૧૭ને સોમવારે કાસુમા બેરીંગ્સ પરફેકટ વે-બ્રીજની પાછળ, નવી જી.ઈ.બી. ઓફિસની પાછળ, વેરાવળ (શાપર) ખાતે ૮ થી ૬ વાગ્યે, સંપર્ક ધર્મેન્દ્રભાઈ રાવલ મો.૯૮૨૫૨ ૧૨૩૬૪, રસીકભાઈ વ્યાસ મો.૯૯૭૯૭ ૫૪૭૫૯.

૧૦.તા.૨૧/૮/૨૦૧૭ને સોમવારે ખાદીગ્રામ ઉધોગ પ્રાર્થના હોલ, ઉધોગભારતી ચોક, ગોંડલ ખાતે ૮ થી ૧ વાગ્યે, સંપર્ક રાજુભાઈ જોષી મો.૯૮૯૮૬ ૭૨૭૫૦, પંચમીયાભાઈ મો.૯૮૯૮૨ ૯૩૫૮૦

૧૧.તા.૨૧/૮/૨૦૧૭ને સોમવારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પાલવ સ્કુલ ‘પાલવ સ્કુલ’ વિનોદનગર, પાણીના ટાંકાની પાસે, રાજકોટ ખાતે ૩ થી ૭ વાગ્યે, સંપર્ક જગદીશભાઈ દોંગા મો.૯૯૭૮૩ ૮૫૨૧૧, ભરતભાઈ દોંગા મો.૯૦૧૬૦ ૩૫૩૧૯

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.