રિ-ટેલીકાસ્ટ થયેલા ચાર એપિસોડને મળ્યા ૧૭ કરોડ દર્શકો

95

પહેલા જ અઠવાડિયે ‘રામાયણે’ રચ્યો ઇતિહાસ

૨૦૧૫ પછી ‘રામાયણ’થકી દૂરદર્શનનો પણ નવો રેકોર્ડ

લોકડાઉનમાં શરૂ થયેલી રામાયણ સિરિયલના પુન: ટેલીકાસ્ટને દર્શકોએ પ્રથમ અઠવાડિયે જ જબબર પ્રતિસાદ મળ્યો છે.

લોકડાઉન દરમિયાન રામાનંદ સાગર કૃત ‘રામાયણ’સિરિયલના રિ-ટેલીકાસ્ટની શરુઆત થઇ છે. દૂરદર્શન પર પુન: પ્રસારિત થાય આ સિરિયલને પ્રથમ અઠવાડીયે જ જબ્બર પ્રતિસાદ મળ્યો છે. અને પ્રથમ અઠવાડીયે આ શોના ચાર એપિસોડને ૧૭ કરોડ દર્શકો મળ્યા છે. શોને છપ્પર ફાડકે રેટીંગ મળ્યું છે.

રામાયણી સફળતાની વાત કરીએ તો બાર્કના જણાવ્યા મુજબ ગત અઠવાડીયે ટીવી પર શરુ થયેલા રામાયણ સિરિયલના ચાર શો પ્રસારિત થયા છે. જેને ૧૭ કરોડ દર્શકો મળ્યા છે.

ગત શનિવારે સવારે રામાયણ સિરિયલના રિ-ટેલીકાસ્ટના પ્રથમ એપિસોડને ૩૪ કરોડ દર્શકો મળ્યા હતા જેનું રેટીંગ ૩.૪ ટકા છે એ જ દિવસે રાત્રીના સમયે પ્રસારિત એપિસોડને ૪.૫ કરોડ દર્શકો મળ્યા હતા એ સાથે તેનું રેટીંગ પ.૨ થયું છે. શોના બીજા દિવસે એટલે કે રવિવારે શોનો દેખાવ વધુ સુધર્યો હતો સવારે ૪ કરોડ અને રાત્રે ૫.૧ કરોડ દર્શકો મળ્યા હતા.

રામાનંદ સાગરના પ્રોડકશન દ્વારા બનેલા રામાયણ સિરિયલ સામાન્ય મનોરંજનની કેટેગરીમાં સૌથી વધુ જોવાનો શો બની ગયો છે દેશભરમાં શરુ લોકડાઉન વચ્ચે ગત અઠવાડીયે શનિવારે જ પુન: પ્રસારણ કરવાની શરુઆત થઇ છે.

બાર્કના ચીય એકઝીકયુટીવ સુનિલ લુલા કહે છે કે રામાયણને જે રીતે રેટીંગ મળી છે તે બહુ આશ્ર્ચર્યજનક છે પ્રસાર ભારતીનો રામાયણને પુન: પ્રસારીત કરવાનો નિર્ણય જોરદાર સફળ રહ્યો છે. લુલા કહે છે કે રામાયણની સફળતાને લીધે આગામી સમયમાં જાહેરાતોની ભરમાર જોવા મળશે.

આ અગાઉ પીઆઇબીએ કરેલી ટવીટમાં રામાયણ સફળ થવાની માહીતી આપવામાં આવી હતી. બાર્કના જણાવ્યા મુજબ દૂરદર્શન પર રામાયણ સિરિયલના પુન: પ્રસારણને હિન્દી જીઇસી (જનરલ મનોરંજન કેટેગરી) ની શ્રેણીમાં ૨૦૧૫ થી અત્યાર સુધીનું સૌથી વધુ રેટીંગ મળ્યું છે.

પ્રસાર ભારતીના સીઇઓ શશી શેખર કહે છે કે ૨૦૧૫માં જયારથી બાર્કે ટીવી ઓકિયન્સ માપવાનું શરુ કર્યુ ત્યારથી રામાયણના લીધે દૂરદર્શન આ એક પ્રથમ રેકોર્ડ બનાવ્યો છે. આનાથી એ સ્પષ્ટ થઇ ગયું કે કોરોના સામેના જંગમાં લોકોએ રામાયણ  જોવાનું જ પસંદ કર્યુ હતું.

Loading...