કેવી હોય છે મનુષ્ય અને પ્રાણી વચ્ચે ની પ્રેમ ની પરિભાષા… ??? રિયલ સ્ટોરી

ઘણા સમય પેહલા ની વાત છે… અમેરિકાના એક શહેરમાં એક એન્ના નામની મહિલા રહેતી હતી. એક વખત તે કોઈ એક પાર્ટી માથી આવી રહી હતી તે જ સમયે રસ્તા ના એક ભાગ માં એને એક પ્રાણી જોયું જે રમી રહ્યું હતું. અચાનક તે પ્રાણી એન્ના તરફ આવા લાગ્યું અને તેની સાથે રમવા લાગ્યું. એ કોઈ બીજું નહીં પણ એક સિંહ નું નાનું એવું બાળક હતું. તે સમયે એન્નાએ આજુ બાજુ માં નજર દોડાવી અને જોયું તો કોઈ જ ના હતું ત્યારે એન્ના ને વિચાર આવ્યો કે જો તે આ સિંહ બાળ ને ઘરે લઈ જાય અને તેને પોતાના ઘર માં રાખશે અને મોટું કરશે તો આ બાળ ને પણ એક માતા મળી જશે.
ધીમે ધીમે દિવસો વિતતા ગયા અને સિંહ બાળ મોટું થતું ગયું. એન્ના તેની ખૂબ માવજત કરતી… તેને પ્રેમ થી જમાડતી, તેની દરેક વસ્તુ ની માવજત રાખતી.

ધીમે ધીમે તે સિંહબાળ મોટું થતું ગયું તેમ તેમ એન્ના ની ચિંતા વધતી ગઈ ત્યારે તેને ઘર માં રાખવું અઘરું થતું ગયું. પરંતુ એક રીતે એવી પણ ઈચ્છા નતી થતી કે તે આ નાનકડા સિંહબાળ ને એકલું જંગલ માં છોડી દે. પરંતુ અંતે એન્ના એ તેમ જ કર્યું.

દિવસો જતાં ગયા….. પરંતુ 2 વર્ષ પછી એન્નાને તે સિંહબાળ ની યાદ આવા લાગી. અચાનક જ તેને વિચાર આવ્યો અને તેને સિંહબાળ ને મળવા નું અને તેને જોવાનું મન થયું. અને તેને નક્કી કર્યું અને તે સિંહ ને શોધવા માટે જંગલ માં દોડી ગઈ… ઘણા સમય ની શોધખોળ કર્યા બાદ તે મહિલા ને તે સિંહ મળ્યો નહીં.

પરંતુ એક માતા નો પ્રેમ તેના સંતાન ને જેમ જાજા સમય સુધી દૂર ના રાખી શકે તેમ અંતે હજારો મીટર દૂર થી તે સિંહબાળ ને ગંધ આવી ગઈ કે જેને મને ઉછેરયું, જેને મારી સંભાળ રાખી એ મહિલા મારી આજુ બાજુ માં જ છે. અને એ જ રીતે સિંહ પણ તે મહિલા ને શોધવા માટે નીકળી પડ્યો.

અને તે પળે જે એન્ના અને સિંહ વચ્ચે જે બન્યું તેના માટે તમારે 3 મિનિટ આપી અને આ વિડિયો જોવો પડશે.. જુઓ કેવી હોય છે મનુષ્ય અને માણસ વચ્ચે ની પ્રેમ ની પરિભાષા…?

Loading...