રિયલ એસ્ટેટ સેકટર દિવાળીએ ‘દિવાળી’ ઉજવશે!!

રિયલ એસ્ટેટની ગાડી પાટે ચડશે

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને ડામવા દેશ વ્યાપી લોક ડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું જેના પરિણામે તમામ ઉદ્યોગ – ધંધા બંધ અવસ્થામાં ઘણા લાંબા સમય સુધી પડ્યા હતા. ઉદ્યોગ – ધંધા બંધ હોવાથી અનેકવિધ ક્ષેત્રમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ દેશના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપનાર રિયલ એસ્ટેટ સેકટરમાં પણ ભારે મંદી વ્યાપી હતી જેમાંથી બહાર નીકળવા હવે રિયલ એસ્ટેટ સેક્ટરે કમર કસી છે.

વર્ષ ૨૦૨૦ના પ્રથમ ૬ મહિનામાં રિયલ એસ્ટેટ સેકટરમાં ભારે મંદી જોવા મળી હતી જેને દૂર કરવા હેતુસર હવે રિયલ એસ્ટેટ સેક્ટરે કમર કસી છે અને તહેવારોને ધ્યાને રાખીને અનેકવિધ તૈયારીઓ કરાઈ રહી છે. સેકટર હવે ગ્રાહકોને વધુમાં વધુ આકર્ષક ઓફર્સ આપવા તૈયાર થયું છે. રિયલ એસ્ટેટ સેક્ટરે દિવાળીએ ’દિવાળી’ ઉજવવા તૈયારીઓ કરાઈ છે.

રિયલ એસ્ટેટ સેકટરમાં રોગચાળો ફાટી નિકળવાના કારણે માંગમાં  નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે વર્ષ ૨૦૨૦ ના પહેલા ૬ મહિનામાં એક દાયકામાં સૌથી ઓછા વ્યવહારો નોંધાયા છે. ફરિવાર વેંચાણને  પુન:સજીવન માટે તહેવારોની મોસમમાં મોટા ફેરફારો કરાઈ રહ્યા છે.

રિયલ એસ્ટેટ સેકટર ગ્રાહકોને આકર્ષવા વધારાના ચાર્જ વિનાની ખરીદી અને આકર્ષક ચુકવણીની યોજનાઓ આપવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ લોક ડાઉન દરમિયાન અથવા તો અન્ય કારણોસર નોકરી ગુમાવવાના કિસ્સામાં એક વર્ષ માટે ઇએમઆઈ ચુકવણીનો સમયગાળો વધારીને ગ્રાહકોને રાહત આપવાની તૈયારીયો કરાઈ છે.

સંપત્તિ સલાહકારોએ કહ્યું હતું કે પોસ્ટ લોકડાઉન દરમિયાન ડેવલપર્સ જ્યારે પણ મૂલ્ય આધારિત વેચાણ ઝુંબેશ શરૂ કરે છે ત્યારે યોગ્ય પ્રતિસાદ મળતો આવ્યો છે.  ગણેશ ચતુર્થી દરમિયાન ખરીદદારોએ ઓફર્સનો ભરપુર લાભ લીધો છે. અમે આશા રાખીએ છીએ કે આર્થિક પ્રવૃત્તિમાં સતત વૃદ્ધિ થશે, જે આગામી કેટલાક મહિના દરમિયાન ચાલુ રહેશે.

ઇવાય ઇન્ડિયાના પાર્ટનર બિઝનેસ ક્ધસલ્ટિંગ ચૈતન્ય શેઠે જણાવ્યું હતું કે, ઝડપી નિર્ણય ઉત્પાદકો અને વળતર પ્રાપ્ત કરી શકે તેવા અન્ય ગ્રાહક વિભાગમાં એનઆરઆઈની સંખ્યા મોટી છે.  મોટાભાગના હોમ બાયર્સ નોકરી ગુમાવવાની બાબતે ચિંતિત હોવાને કારણે ડેવલોપર્સ ૧૨  મહિના સુધીના  ઇએમઆઈ ચૂકવવાની યોજનાઓ સાથે આવી રહ્યા છે. આ રીતે મિલકત મૂલ્યના ૮૦% પર ઉપલબ્ધ છે. ખરીદદારો પણ સમજે છે કે ખરીદવાનો આ યોગ્ય સમય છે

બેંગ્લોરના મુખ્ય મથક રીઅલ એસ્ટેટ પોર્ટલ હોમ્સના સીઇઓ પ્રિયતમ કુમારે જણાવ્યું હતું.  પ્રોપટાઇગરે તાજેતરમાં ગોદરેજ, બ્રિગેડ, લોધા, મહિન્દ્રા લાઇફ સ્પેસ, ઇમાર, શાપોરજી પાલણજી, પીએસ ગ્રુપ અને મર્લિનમાં ૩૦ થી વધુ ડેવલોપર્સ સાથે બેઠક યોજી હતી. દેશભરમાં ૮૦ થી વધુ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરાયું હતું.  ઇવેન્ટ દરમિયાન ૧૫ હજારથી વધુ ખરીદદારો નોંધાયા હતા અને વેચાણ અપેક્ષા કરતા વધુ સારું રહ્યું હતું. આ નાણાકીય વર્ષના પહેલાના મહિનાઓની તુલનામાં અમે ઉત્સવની સીઝનમાં વેચાણની વેગમાં સુધારો આવવાની સંભાવના છે. ગત મહિનામાં અમે ખાસ કરીને ગણેશ ચતુર્થી નિમિત્તે વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. ગ્રુપના સીઓઓ મણિ રંગારાજને જણાવ્યું હતું કે વેચાણની ઓફર્સમાં નીચું વ્યાજદર ગ્રાહકોને આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.

એમ્બિયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) અંકુશ કૌલે કહ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે તહેવારના મહિનાઓની શરૂઆત સાથે, સ્થાવર મિલકતનું બજાર વધુ સારા પ્રદર્શન સાથે મજબૂત બનશે.

તમામ ડેવલોપર્સના મત મુજબ દિવાળી સુધીમાં રિયલ એસ્ટેટ સેકટર મજબૂત બનશે અને ફરીવાર ધમધમતું થશે. હાલ ગ્રાહકોને આકર્ષવા ડેવલોપર્સ અનેકવિધ નવીનતમ ઓફર્સ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે.

Loading...