મોસ્ટ અવેઈટેડ ફિલ્મ “કેજીએફ-2″નું ટીઝર જોવા થઈ જાવ તૈયાર….આ તારીખે આટલા વાગ્યે થશે રિલીઝ

કોરોનાકાળમાં થિયેટરો ફરી શરૂ થઈ ગયા છે. આ કપરાકાળમાં મુવી, વેબ સિરીઝ જ અકળામણ દૂર કરવાનું મહત્વનું માધ્યમ બન્યા છે ત્યારે હવે, ફિલ્મ ચાહકો માટે સારા સમાચાર છે. કારણકે આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક ફિલ્મ એટલે KGF Chapter 2 જેનું ટીઝર આવતીકાલે રિલીઝ થવા જઈ રહ્યું છે.

કેજીએફ ચેપ્ટર 1 એવી ફિલ્મ હતી જેણે કન્નડ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મની પ્રશંસા દુનિયાભરમાં થઈ હતી. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે ખૂબ સફળતા પ્રાપ્ત કરી હતી. તેવામાં હવે કેજીએફ 2ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

KGF Chapter 2ના ટીઝરની તારીખ સંજય દતે જાહેર કરી

ફિલ્મના ટીઝરની રીલિઝ ડેટ સંજય દત્તે જણાવી છે. આ ફિલ્મનું ટીઝર યશના જન્મદિવસે જ એટલે કે 8 જાન્યુઆરીએ સવારે 10.18એ રિલીઝ કરવામાં આવશે.

રવીના ટંડન પણ મુખ્યપાત્રની ભૂમિકામાં જોવા મળશે

કેજીએફ ચૅપ્ટર 2નું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે. કેજીએફમાં યશ અને સંજય દત્ત સિવાય રવીના ટંડન પણ મુખ્ય પાત્રોમાં દેખાશે. ટ્વીટ સાથે પ્રશાંતે બે તસવીરો શૅર કરી છે, જે જૂના સમાચારોની કટિંગ્સ જેવી છે, જેનું શીર્ષક કેજીએફ છે. સમાચાર વચ્ચે બે તસવીરો પણ દેખાય છે. એક તસવીરમાં મુખ્ય પાત્રના બાળપણ અને મોટા થયા પછીના તસવીરોનું કૉલાજ છે.

Loading...