Abtak Media Google News

Table of Contents

શબ્દ સંવાદ સહિતના આયોજનોમાં ટોચના સર્જકોના રસપૂર્ણ સર્જનથી લોકો અભિભૂત

સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ મહાનગરપાલીકાનાં સંયુકત ઉપક્રમે બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૯ સુધી ચાલનાર આ કાર્યક્રમોમાં વિવિધ બુક ખરીદવાનો અવસર લોકોને મળ્યો હતો આ સાથે જ ખ્યાતનામ વકતાઓનાં વકતવ્યો પણ રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે શબ્દ સંવાદનનું આયોજન કરાયું છે. વકતા તરીકે જયવસાવડા, આર.જે. દેવકી તથા ભાગ્યેશ વોરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને માણવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વકતાઓએ ચેટીંગ વિથલાઈફ વિશય પર ચર્ચા કરી હતી સમગ્ર કાર્યક્રમને માણવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વકતાઓએ ચેટીંગ વિથ લાઈફ વિષય પર ચર્ચા કરી હતી સમગ્ર કાર્યક્રમને શ્રોતાઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

રાજકોટના યુવાનો રિડીંગ એજન્ડા નકકી કરે તેવી પ્રાર્થના: ભાગ્યેશ વોરા

Vlcsnap 2020 01 25 21H31M44S133

રાજકોટમાં આ બુક ફેરમાં આવીને ખૂબ આનંદ થયો પ્રભાવિત થટો ખૂબજ સુંદર વ્યવસ્થા છે. મેહુલભાઈ ભાર્ગવભાઈ મહેનત કરીને આખી ગોઠવણી કરી છે આખા ગુજરાતમાં શ્રેષ્ઠ વકતાઓને બોલાવ્યા છે. અને સાહિત્યના વિવિધ પ્રકારો છે. અને વિષયોનું વૈવિધ્ય આવરી લઈને આયોજન કરવામાં આવ્યું છે. અહી હું મારી પ્રસન્નતા વ્યકત કરૂ છું આયોજકો ખાસ કરીને ભાર્ગવભાઈ મેહુલભાઈ શોને હુ અભિનંદન આપું છં યંગજર્નરેશનને મારી વિનંતી છે કે તમે વાંચો આપણે વાંચતા નથી એટલે આપણને સાહિત્યની ખબર નથી પડતી. નવી જનરેશન વધુને વધુ વાંચે બુક ફેર રાજકોટના યુવાનો રિડીંગ એજન્ડા નકકી કરે તેવી પ્રાર્થના કરૂ છું.

વ્યવસાયની શરૂઆત કરવા માટે માનસિકતા મજબૂત હોવી જોઈએ: મૌલેશ ઉકાણી

Img 20200127 Wa0047

સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલમાં પધારેલા બાનલેબના ઓનર મૌલેશભાઈ ઉકાણીએ ઉદ્યોગપતિ બનો, સાહસિક બનો વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જણાવ્યું હતું કે, કોઈપણ વ્યવસાયની શરૂઆત કરવા માટે સૌપ્રથમ તો તમારી માનસીકતા મજબૂત હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ વ્યવસાય શરૂ કરી શકે છે અને તેમને વિદ્યાર્થીઓને જુસ્સો વધારતા જણાવ્યું હતું કે, જીન તુફાનો મેં લોગો કે આશિયાને ઉઠ જાતે હૈ, ઉસ તુફાન મેં હમ કપડે સુકાતે હૈ’

મોબાઈલના વર્ચ્યુઅલ મિત્રો કરતા રિયલ મિત્રોને સમય આપો: જય વસાવડા

Vlcsnap 2020 01 25 21H31M14S76

જય વસાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુકે સૌરાષ્ટ્રુનિ. દ્વારા એક બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ તેમજ રાજકોટ વાસીઓ દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આજે મારૂ વક્તવ્ય હતુ તેમાં આવીને મને ખૂબ સારો અનુભવ થયો છે. આજની જનરેશનને હું કહેવા માંગીશ કે મોબાઈલના વરચ્યુઅલ મિત્રો કરતા રીયલ તમારી પાસે સાથે રહેલા મિત્રોને વધુ સમય આપો દરેકે એક બુકતો વાંચવી જ જોઈએ જીવનમાં આગળ વધવા માટે તમારો સૌથી સારો મિત્ર એ બુક છે. આ બુકફેરનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે.

પુસ્તકને દિલ આપો એ કયારેય દગો નહિ કરે: સાંઈરામ દવે

સાંઈરામ દવેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિ.ને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા સારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી પુસ્તકો પસ્તી થવાથી બચી રહે. ખાસ તો હજારોની સંખ્યામાં યુવાનો હોવાથી આનંદ અનુભવ્યો સવિશેષ પુસ્તકોએ માણસના સાચા મીત્રો છે. માણસ એક વખત દગો આપે પરતુ પુસ્તક કયારેય દગો નથી આપતા જે તે પુસ્તક લખાય ત્યારે અક્ષર નિર્જીવ હોય છે. પરંતુ જયારે કોઈ વ્યકિત વાંચન કરે એટલે પુસ્તક સજીવ થઈ જાય છે. આ ઉપરાંત તેમના બેસ્ટ ફ્રેન્ડ તેમના પુસ્તકો છે. તેવો પુસ્તક વિના મુસાફરી નથી કરતા જાતને અપડેટ કરવા માટે પુસ્તકો વાંચવા ખૂબજ જરૂરી.

આવી તક અમારા સમયે નહોતી: રામભાઈ મોકરીયા

Vlcsnap 2020 01 25 21H35M03S83

મારૂતી કુરિયરના માલિક રામભાઈ બોકરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે યુવાનોએ હાર્ડવર્ક કરવાની અને નિતીમતા પ્રમાણે આગળ વધવાની જરૂર છે. અત્યારના જમાનામાં ખૂબ મોટી તક છે. અમારા સમયે આવી તક ન હતી. યુવાનોએ આ તક ઝડપી લેવી જોઈએ મને અહી આવીને ખૂબ સારૂ લાગ્યું યુનિ. અને કોર્પોરેશનએ સાથે મળીને આ સારૂ કાર્ય કર્યું છે. યુવાનોને માર્ગદર્શન મળે છે.

જીવન ઘડતરમાં પુસ્તકો મહત્વના: યોગેશ પૂજારા

Vlcsnap 2020 01 25 21H34M47S180

પુજારા ટેલિકોમના માલિક યોગેશભાઈ પુજારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બુકફેરમાંથી એક જ વસ્તુ સમજવાની છે કે બુક છે તે જીવનમાં ઘડતર જીતર, જે કાંઈ જરૂરી છે. તેના માટે ખૂબ જરૂરી બને છે. આજે કોઈ પણ ગેજેન્ટસ ઈન્સટોલ કરવા માટે પણ બુક આપે છે. આપણા જીવનમાં ઘડતર માટે પણ આ બુક એટલી જ જરૂરી છે. ખરેખણ મેહુલભાઈ રૂપાણીનો અને ટીમને ખાસ અભિનંદન આપીશ કે આ ડીજીટલ યુગની અંદર આટલો સરસ બુકફેરનું આયોજન કરાયું છે.

બુક્ફેર જેવા આયોજનથી યુવાનોને માર્ગદર્શન મળશે: અર્જુન ડાંગર

Vlcsnap 2020 01 25 21H34M43S118

અર્જુનભાઈ ડાંગરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે બુકફેર છે એ ગુલાબ જેવું છે. જે રીતે બુકફેર અને સાહિત્ય મહોત્સવ રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર યુનિ. બીજી વખત કરવામાં આવ્યો છે. તે અદભૂત છે. દર વર્ષે આવું જ આયોજન થતું રહે જેથી આવતી કાલનું ભવિષ્ય યુવાનોને ઘણુબધુ માર્ગદર્શન મળી રહે છે અલગ અલગ વકતાઓ દ્વારા માર્ગદર્શન મળે છે. પબ્લીસરની બુક દ્વારા પણ માર્ગદર્શન મેળવી શકે છે.

પુસ્તક ખરીદવાથી જીવનમાં પરિવર્તન જરૂર આવશે: કાના બાંટવા

Vlcsnap 2020 01 27 11H57M18S747

કાનાભાઈ બાટવાએ જણાવ્યું હતુ કે ઉપાસના તો બધી હોય પરંતુ આ શબ્દો અને સાહિત્યની ઉપાસના છે. અહી આવી દિવ્ય અનુભુતી થાય બુકફેરમાં આવી અલગ માહોલમાં આવી જાવ છો બુક ફેરમાં આટલા બધા પુસ્તકો વચ્ચે રહેવાનું હોય તે અદભૂત ઘટના છે. અહી જાણવા જેવું સમજવા જેવું તો અહી છે અહી આવશો તો કાઈક મેળવીને જશો અમારો ટોપીક હતો શું વાંચવું શું સાંભળવું શું જોવું, આજની પેઢીને શું વાંચવું, શું સાંભળવું, શું જોવું તેના પર સરસ ચર્ચા કરવામાં આવી અત્યારના યુવા વર્ગને કહીશ કે અહીથી પુસ્તક ખરીદશો તો આપના જીવનમાં કાઈક પરીવર્તન જરૂર આવશે આગળ વધવું એ માનવ સ્વભાવ છે.

બિઝનેશની સાો સા ફેમીલી માટે સમય કાઢવો આવશ્યક: ચંદ્રેશ જેઠાણી

Img 20200127 Wa0045

સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલમાં પધારેલા ચંદ્રેશભાઈ જેઠાણીએ વિદ્યાર્થીઓને ઉદ્યોગપતિ અને સાહસીક બનો વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સવલતો અને ડિઝીટલાઈઝેશનનો લાભ લઈ યુવાઓએ સાહસ કરવું જોઈએ અને રાજકોટનું નામ રોશન કરવું જોઈએ. અલગ અલગ પ્રકારના અનેક વ્યવસાયો, મેનેજમેન્ટ સ્કીલી કઈ રીતે સફળતાપૂર્વક ચલાવી શકાય તે વિશે યુવાનોને માર્ગદર્શન આપ્યું અને બિઝનેશની સાથો સાથ પોતાના પરિવાર માટે પણ સમય કાઢવો તે ખુબજ આવશ્યક છે તેમ તેઓએ જણાવ્યું હતું.

નવી પેઢી વાંચતી નથી તે વાત અહીં ખોટી પડી છે: જવલંત છાયા

Vlcsnap 2020 01 27 11H57M55S036

કટાર લેખક જવલંત છાયાએ જણાવ્યું હતુ કે, રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ. અને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા બહુ સરસ આયોજન સૌરાષ્ટ્ર બુક ફેર આ વખતે ખાસ તો પ્રજાસતાક રાજય કક્ષાના ઉજવણીના ભાગ રૂપે બુકફેર પણ થયો તે આયોજન વ્યવસ્થા વકતાઓને બોલાવીને ફોલોપ પણ ખૂબ સરસ એક સાથે આટલા પુસ્તકો જેને જ્ઞાન વિચારના પથ પર આગળ વધવું છે તેના માટે સારૂ પ્લેટફોર્મ લોકો એવું કહે છે નવી પેઢી વાંચતી નથી તે અહી ખોટુ પૂરવાર થાય છે. કેમકે કોલેજના છોકરા છોકરીઓ મોટા પ્રમાણમાં મુલાકાત લઈ રહ્યા છે. અને પુસ્તક ખરીદી પણ કરે છે. અમારો વિષય હતો શું વાંચવું શું સાંભળવું શું જોવું તેના માટે તો કહી તેટલું ઓછુ છે. પરંતુ મે જે વાંચ્યું છે. મેં સાંભળ્યું છે. મેં જોયું છે તેની વાત વિદ્યાર્થી વચ્ચે કરવાની મજા આવી અહી રોજ આવવાનુંમ ન થાય તેવું છે.

રાજકોટના લોકો વાંચનના આટલા શોખીન છે તે જાણીને આનંદ થયો: આરજે દેવકી

Vlcsnap 2020 01 25 21H31M36S50

આર.જે.દેવકીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પહેલી વખત યોજાયેલા બુકફેરમાં હુ આવી હતી. અને આ બીજી વખત યોજાયેલા બુકફેરમાં પણ હું આવી છું આ વખતે બે સેશન્સમાં પરફોર્મ કરી રહી છું આયોજન કરતાઓને અભિનંદન આપું છુ કે આ પ્રકારનાં પુસ્તકોને પણ અહીયા સ્થાન આપવામાં આવે છે. અહી બુકફેરમાં આટોમાર્યો તો એટલાબધા બુકનું કલેકશન છે રાજકોટના લોકો વાંચવા માટે આટલા બધા શોખીન છે. એ જાણીને ખૂબ આનંદ થાય છે. બુકફેરમાં આવીને મને ખૂબજ આનંદ થયો અને ખાસ તો વિદ્યાર્થીઓ વધુને વધુ બુક લે અને તેમાંથી સમાજને ઉપયોગી થાય તેવી મારી લાગણી છે.

વાંચનને સમય આપશો તો જ્ઞાનનું ભંડોળ વધશે: કરણ શાહ

Vlcsnap 2020 01 27 11H57M28S972

કરણભાઈ શાહએ જણાવ્યું હતુ કે શબ્દ અને સાહિત્યનો યજ્ઞ એટલે બુકફેરનું આયોજન સતત ૨ વર્ષ પણ સૌરાષ્ટ્ર યુનિ. મહાનગરપાલીકા દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે. વ્યવસ્થા પણ ખૂબ સારી છે. ખાસ તો અલગ અલગ વકતાઓને બોલાવી સારા ટોપીક આપી યુવાનોને જોડવાનો પ્રયાસ કર્યો છે. તે અભીનંદનને પાત્ર છે.શું વાંચવું, શું સાંભળવું, શું જોવું ખાસ તો વાત થઈ કે તમે કોઈ પણ વિષય પર વાંચો ડીઝીટલ યુગમાં પીરસવામાં આવી રહ્યું છે. કે આ વાંચો મોબાઈલથી ફોવર્ડ કરો છશે. પણ રીસર્ચનો ટાઈમ છે. જે લાઈબ્રેરીમાંબેસીને તે સમયજતો રહ્યો છે. અત્યારે યુવા વર્ગ સોશિયલ મીડીયામાંથી થોડો સમય જો વાંચન પર આપશે તો શબ્દ તથા જ્ઞાન નો ભંડોળ વધશે જયારે તમે વિશ્ર્વસ્તરે વાત કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.