ગમે તે વિકેટ, ગમે તે પીચ ઉપર ભારત વિરોધીને પાડવા પૂર્ણ તૈયાર !

91

ન્યુઝિલેન્ડને ચોતરફથી ચિત્ત કરતું ભારત: ભારતીય ટીમનું તમામ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન: વિલીયમસન

સૌથી વિકટ પ્રવાસ જણાતા ન્યુઝિલેન્ડ સામે જે પાંચ ટી-૨૦ સીરીઝમાં પ્રથમ બે ટી-૨૦ મેચ ભારતે જીતી લીધા છે. તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારત હવે ગમે તે વિકેટ ગમે તે પિચ પર વિરોધીઓને પછાડવા માટે પૂર્ણત: સજ્જ થયું હોય. ટી-૨૦માં પહેલા બે મેચમાં ન્યુઝિલેન્ડને ચારેય ખુણેથી પછાડયું હતું. જેને ન્યુઝિલેન્ડના સુકાની કેન વિલીયમશને વખાણ્યું હતું અને ભારતીય ટીમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ પણ જણાવ્યું હતું. જે રીતે ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝિલેન્ડને પછાડયું છે એ જોતા તે વાત સ્પષ્ટ થાય છે કે, ભારતીય ટીમ જાણે ન્યુઝિલેન્ડની નબળાઈ ઉપર જીત મેળવી લીધી હોય.

ન્યુઝિલેન્ડ સાથેની પ્રથમ બે ટી-૨૦ મેચ જીતતાની સાથે જ ભારતે પ્રથમ વખત ન્યુઝિલેન્ડને સતત બે મેચમાં હરાવ્યું હોય તેવો દાખલો બેસયો છે. ન્યુઝિલેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૩૩ રનના લક્ષ્યાંકને ભારતે ૧૫ બોલ બાકી રાખી ટાર્ગેટ ચેઈઝ કર્યો હતો. ઓપનર લોકેશ રાહુલ લગાતાર પોતાની ઉત્કૃષ્ટ રમત થકી ટીમ દ્વારા મુકવામાં આવેલા ભરોષાને ચરિર્તા કરી રહ્યો છે. તેને બીજી ટી-૨૦ મેચમાં નાબાદ ૫૭ રન નોંધાવ્યા હતા. જેની શ્રેયસ ઐયરે ૪૪ રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ માટે ૩જી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારે માત્ર બેટ્સમેનો નહીં પરંતુ બોલરોએ પણ ખુબજ સારૂ પ્રદર્શન કર્યું હતું. જેમાં રવિન્દ્ર જાડેજાએ ૪ ઓવરમાં ૧૮ રન આપી બે મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી જેમાની એક વિકેટ ન્યુઝિલેન્ડના સુકાની કેન વિલીયમસનની હતી.

પાંચ મેચની સીરીઝમાં ૨-૦ની લીડ મળતાની સાથે જ રાહુલે તેની કેરીયરની ૧૧મી અને સીરીઝની સતત બીજી સદી ફટકારી હતી.

ન્યુઝિલેન્ડ તરફથી ટીમ સાઉધી ૨ અને ઈસ્ટ શોધીએ ૧ વિકેટ ઝડપી હતી. આ પહેલા ન્યુઝિલેન્ડની ટીમે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ટીમ ૨૦ ઓવરના અંતે માત્ર ૧૩૨ રન બનાવી શકી હતી. ત્યારે ભારતીય ટીમ જે રીતે પોતાનો વિજય ર આગળ ધપાવી રહી છે તે જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, આગામી વિશ્વ્કપ માટે ભારતીય ટીમ પુર્ણત: સજ્જ થઈ ગયેલ છે અને ટીમના દરેક ખેલાડી પોતાનું યોગદાન આપી રહ્યાં છે. જે આ ન્યુઝિલેન્ડ સિરીઝી જાણ થઈ રહી છે. તમામ ખેલાડીઓ તેની વ્યક્તિગત જવાબદારી સ્વીકારી જે રીતે ટીમી રમત રમી વિપક્ષીઓને ઘુંટણીએ પાડી રહી છે તે જોતા તે વાત સ્પષ્ટ થાય છે કે, આગામી વિશ્વ્કપ ભારતીય ટીમની તરફેણમાં આવી શકશે. ભારતીય ટીમ માટે ન્યુઝિલેન્ડ માટે હરહંમેશ એક વિકટ પ્રવાસ તરીકે સાબીત થયો છે કારણ કે જે રીતે ન્યુઝિલેન્ડની ટીમ રમત રમતી નજરે પડે છે તેની સામે ભારતીય ટીમ અત્યંત એગ્રેસવલી રમતા ઘણી ખરી રીતે હારનો સામનો પણ કરતી હોય છે પરંતુ આ સીરીઝમાં ભારતીય ટીમનો અંદાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે.

Loading...