નવા વાઘા પહેરી પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સની ભારતમાં રીએન્ટ્રી!!!

ભારત સરકારે લગભગ 224 ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં PUBG મોબાઇલ અને ટિકટોક જેવી લોકપ્રિય એપ્લિકેશનોનો સમાવેશ થાય છે, જોકે ભારતમાં હજી પણ ચીની એપ્લિકેશનો અસ્તિત્વમાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રતિબંધના લગભગ એક મહિના પછી ગૂગલ પ્લે સ્ટોર પર ચાઇનીઝ એપ્લિકેશનોનું પૂર આવ્યું છે.

પ્રતિબંધિત ચાઇનીઝ એપ્લિકેશન્સ નવી બ્રાંડિંગ સાથે ભારતમાં રીએન્ટ્રી છે. આમાંની એક નામ Snack video છે. જે એક ચાઇનીઝ એપ્લિકેશન છે અને તેને 10 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એક ટૂંકી વિડિઓ એપ્લિકેશન છે જેમાં એડિટ, લિપ સિકિંગ અને અલગ અલગ ઇફેક્ટ ટિકટોકની જેમ અપાઈ છે. આ એપ્લિકેશન ચીનની Kuaishou ટેકનોલોજીએ એક વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. આ કંપનીની ઘણી એપ વિશ્વ આખામાં પથરાયેલી છે. જેમાં ટેનસેન્ટના પણ પૈસા લગાવેલા છે. આ એપ્લિકેશન બરાબર Kwai એપ જેવી છે, જેના પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યા છે.

બીજી એપ્લિકેશન OLA PARTY છે જે ભારતમાં ઘણી લોકપ્રિય એપ્લિકેશન Hagoની જગ્યા લઇ રહી છે. Ola party એપ્લિકેશન વપરાશકર્તાઓને Hagoની જેમ અજાણ્યાઓ સાથે ચેટ રૂમ બનાવવા માટે પણ સુવિધા આપે છે. તેની વિશેષ વાત એ છે કે જો અગાઉ તમારું એકાઉન્ટ હોગો એપ્લિકેશન પર હતું, તો પછી તમે સમાન ID સાથે ઓલા પાર્ટીમાં સાઇન ઇન કરી શકો છો. તમારી આખી પ્રોફાઇલનો બેક અપ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 59 એપ્સ પર પ્રતિબંધ બાદ આ એપ્સના લાઇટ વર્ઝન ભારતના પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ થઈ ગયા હતા. જેથી સરકારે આ એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આવી સ્થિતિમાં, સરકારે પણ ફરીથી આવી એપ્સ પર પ્રતિબંધ મુકશે જોઇએ તેવી સંભાવના છે.

Loading...