Abtak Media Google News

જયંતિભાઇ કુંડલીયામાં બે કોમ્બીનેશન જોયા છે વિઝનરી અને મિસનરી જે ખુબ જ રેર વ્યકિતીઓમાં હોય: સુભાષભાઇ ભટ્ટ

ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના સ્વ. જયંતિભાઇ કુંડલીયાની પુણ્યતિથિની દર વર્ષે ગ્રાહક સેવા દિન તરીકે આર.સી.સી. બેંક ઉજવણી કરી છે. તેના ભાગરુપે જયંતિભાઇની છઠ્ઠી પુણ્યતિથિ નીમીતે ગ્રાહક સેવા દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન બેંક દ્વારા કરવાાં આવ્યું હતું. જે કાર્યક્રમનું ઉદધાટન પૂ. જયંતિભાઇના પુત્ર સતીષભાઇ કુંડલીયાએ દિપ પ્રાગટય કરીને કર્યુ હતું. સાથે બેંકના ડીરેકટર વરુણભાઇ કુડલીયા અને કુંડલીયા સહપરિવાર ઉ૫સ્થિત રહ્યા હતા.

મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના શિક્ષક સુભાષભાઇ ભટ્ટ ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગીક વકતત્વમાં જણાવ્યું હતું કે જયંતિભાઇમાં મોટામાં મોટી કોઇ વાત કહી શકાય તો તે વિઝનરી અને મીસનરી પુરુષ હતા. જે કોમ્બીનેશન લાખો કરોડો વ્યકિતઓમાં જવલ્લે જ જોવા મળે છે. આથી જ આવી વ્યકિતઓના માર્ગદર્શન અને સુવાસથી બેંક આ કક્ષાએ પહોંચી શકી છે. જયંતિભાઇ કુંડલીયાઅ અસંખ્ય પરિવારને મદદરુપ થવા માટે રૂપિયાને સેવાના સાધન તરીકે ઉપયોગ કર્યો છે. બેંક વિશે સુભાષભાઇએ જણાવેલ કે બેંક એ એવી સંસ્થા છે કે જયાં લોકો પોતાના નાણા લેવા મુકવા માટે આવે છે.

બેંકના ચેરપર્સન બીનાબેન કુંડલીયાએ પ્રાસંગીત પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભારત લેવલે સહકારી બેંકોને માર્ગદર્શન આપનાર, સાહિત્ય અને મેગેઝીન પ્રસિઘ્ધ કરનાર તેમજ સેમીનારોનું આયોજન કરનાર એવીયેસ પબ્લીકેશન બેંકો દ્વારા ભારતભરની સહકારી બેંકો પૈકી ઉત્કૃષ્ટ કામગીરી કરનારબેંકોને એવોર્ડ થી નવાજવાનું આયોજન કરે છે.

બેંકના સીઇઓ એન્ડ જનરલ મેનેજર ડો. પુરુષોત્તમ પીપરીયાએ જણાવેલ કે બેંકના પથદર્શક પૂર્વ ચેરમેન જયંતિભાઇ કુંડલીયાની ગ્રાહક સેવા અંગેના વિચારોને આગળ ધપાવતા ગ્રાહકોને વધુને વધુ સારો અને ઉત્તમ મળી રહે તે માટે બેંક હર હંમેશ પ્રયત્નશીલ રહે છે.

કો-ઓપરેટીવ બેંકીગ ઇસ્યુ ઓન્લી ના નામથી પીપરીયાભાઇ વોટસએપ ગ્રુપ ચલાવે છે. જે ગ્રુપમાં ગુજરાતની કો-ઓપરેટીવ બેંકના સીઇઓ , જનરલ મેનેજર અને ડે.મેનેજર પોસ્ટ સમકક્ષના અધિકારીઓ, નિવૃત આર.બી.આર. ના અધિકારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહીતના કો-ઓપરેટીવ બેકીગના તજજ્ઞો આ ગ્રુપના મેમ્બર છે. આ ગ્રુપઆ અગાઉ જાહેરાત કરવામાં આવેલી કે એકટીવલી બેંક ઉપયોગી માહીતી, સાહિત્ય, વિચારો કે રજુ થયેલા પ્રશ્ર્નોના ઉકેલો આ ગ્રુપમાં રજુ કરે તેને બિરદાવી આર.સી.સી. બેંક તરફથી એવોર્ડ અનેપુરષ્કાર આપવાનું નકકી કરવામાં આવેલ અને જેના માટે ડો. પીપરીયા સહીત વિનોદ દદલાણીભાઇ અને ખોખરાભાઇની એક પસંદગી કમીટી બનાવેલ હતી.

આ પ્રસંગે બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ હર્ષદભાઇ ખખ્ખર, વિશાલભાઇ કકકડ, નરેન્દ્રભાઇ નથવાણી, રણજીતભાઇ વાઘેલા તથા ગુજરાતભરની બેંકના ચેરમેનઓ, મેનેજરઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટઓ, રાજકોટ કેળવણી મંડળના સંચાલક નવીનભાઇ ઠકકર, બનાલેબના માલીક મૌલેશભાઇ ઉકાણી, દિકરાનું ઘરના મુખ્યસંચાલક મુકેશભાઇ દોશી સહીતના મહાનુભાવો ઉ૫સ્થીત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.