Abtak Media Google News

આર.સી.સી. બેંકનાં સીઈ.ઓ. અને જનરલ મેનેજર અને કાયદે સમ્રાટનાં ઉપનામ તરીકે જાણીતા ડો.પુરૂષોતમ પીપરીયાનો આજે ૬૦મો જન્મદિવસ છે, શુભચિંતકો તથા ચાહકો તરફથી તેમના પર અવિરત રૂબરૂ અને સોશિયલ મિડીયા મારફત તથા મો.૯૪૨૭૨ ૨૦૫૪૪) પર લાગણી અને અભિનંદનની વર્ષા થઈ રહી છે. હાલમાં જ ડો.પુરૂષોતમ પીપરીયા દ્વારા જયંતિભાઈ કુંડલીયાની સ્મૃતિમાં રૈયાગામ, મુકિતધામ ખાતે શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજના યુગમાં નોકર અને માલિકો વચ્ચે નોકરી સંબંધિત વિવાદોથી કોર્ટો ઉભરાઈ રહી છે તેવા સંજોગોમાં શેઠનું આંશિક ઋણ ચુકવવાનું અનુકરણીય પગલું તેમણે ભરેલ. બેંકની વિકટ પરિસ્થિતિમાં કલાર્કમાંથી સીધા જ સી.ઈ.ઓ. તરીકે પસંદ થનાર ડો.પુરૂષોતમ પીપરીયાએ સામાજીક વાતાવરણને દુષિત કરનાર આર્થિક કૌભાંડીયાઓને આકરી સજા અને જેલ હવાલે કરી કોઈપણની સેહશરમ વગર કે ધાક ધમકીને વશ થયા વગર નિર્ભયપણે કૌભાંડકારો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતા બેંક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી આજે નફાકારકતાની દ્રષ્ટિએ દેશભરમાં અવ્વલ નંબરે છે.

બેકીંગ એન્ડ લીગલ આસ્પેકટ ઓફ બેંકીંગમાં ડોકટરેટ કરેલ આર.સી.સી. બેંકનાં સી.ઈ.ઓ. અને જનરલ મેનેજર ડો.પુરૂષોતમ પીપરીયા સાથે ભારતભરમાંથી કો-ઓપરેટીવ બેંકનાં ચેરમેન, એમ.ડી, સીઈઓ કક્ષાનાં પાર્ટીશીપેન્ટએ પ્રવર્તમાન બેકીંગ અને કાયદાકીય વાર્તાલાપ કરેલ ત્યારે પીપરીયાને સર્વેએ બેકિંગનાં એનસાયકલોપીડીયા તરીકે બિરદાવેલ અને આર.સી.સી. બેંકને માઈનશ ૧૦ કરોડની નેટવર્થથી આજની તારીખે ૭૦ કરોડથી વધુ નેટવર્થ સુધી પહોંચાડનાર પીપરીયાને કો-ઓપરેટીવ જગતનાં માઈલ સ્ટોનનું બીરૂદ આપેલ. ડો.પુરૂષોતમ પીપરીયાનાં કોર્પોરેટ ગર્વનન્સનાં વિચારોને ધ્યાને લેતા રાષ્ટ્રીય કક્ષાનાં પ્રથમ હરોળનાં બેકિંગ ફન્ટીયર મેગેઝીન અને બેંકો મેગેઝીન તરફથી બેસ્ટ સી.ઈ.ઓ. તરીકેનાં એવોર્ડ સહિત કુલ ૨૦ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડો.પુરૂષોતમ પીપરીયાને ફ્રાન્સની ઈકોલ સુપીરીયલ રોબર્ટ ડી સોર્બન યુનિવર્સિટી તરફથી ડોકટરની માનદ પદવી એનાયત કરવામાં આવેલ છે.

ડો.પુરૂષોતમ પીપરીયા સામાજીક અને વ્યવસાયીક ક્ષેત્રે લવાદ તરીકેની સફળ ભૂમિકા ભજવી આશરે ૭૦૦ કરોડ ઉપરાંતનાં કેસોમાં સમાધાન અથવા તો નિવેડો દ્વારા તકરારનો અંત લાવવામાં સફળ રહ્યા છે તે પૈકી મેરેજ ડિસ્પ્યુટર, કૌટુંબિક વહેંચણીઓ, ચુંટણીઓ સહિતની સામાજીક જવાબદારીઓ વિનામુલ્યે નિભાવે છે તે પણ નોંધનીય છે. ૬૦ વર્ષની ઉંમરે પણ ડો.પુરૂષોતમ પીપરીયા યુવાનને શરમાવે તેવી સ્ફુર્તી અને તરવળાટ ધરાવે છે. અનેક સિદ્ધિઓ તેમનાં નામ હોવા છતાં વિનમ્રતા ચુકતા નથી. આજે પણ ડો.પુરૂષોતમ પીપરીયા પોતાની સિદ્ધિઓ માટેનો સંપૂર્ણ શ્રેય શેઠ જયંતિભાઈ કુંડલીયાને આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.