Abtak Media Google News

૬૦ વર્ષની વયે સહકારી ક્ષેત્રના ડીસીએમ કોર્ષની ઉપાધિ પ્રથમ શ્રેણીમાં ઉતિર્ણ કરતા ડો. પુરૂષોતમ પીપરીયા: બેંક બોર્ડ તથા શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા

ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક અને સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો.ઓપ. બેંકસ ફેડરેશનના સી.ઇ.ઓ. ડો. પુરૂષોતમ પીપરીયાએ ગુજરાત રાજય સહકારી સંઘ તરફથી ચલાવવામાં આવતા ડી.સી.એમ. (ડીપ્લોમાં ઇન કો-ઓપરેટીવ મેનેજમેન્ટ) ના કોર્ષમાં ૨૦૧૯ એડમીશન લઇ અભ્યાસ ચાલુ કરેલ હતો. જેની પરીક્ષા (ફાઇનલ) લોક-ડાઉન પહેલા લેવામાં આવેલ. જેનું પરીણામ જાહેર થયા અનુસાર ડો. પુરૂષોતમ પીપરીયા એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ શ્રેણીમાં સફળતા હાંસીલ કરેલ છે અને બીજા શબ્દોમાં કહીએ તો ઉમર ને અભ્યાસના સીમાડા નડતા નથી તે ઉકિત થર્યાથ કરી છે.

ડો. પુરૂષોતમ પીપરીયાને મેળવેલ આ સફળતાને સહકારી ક્ષેત્રના આગેવાનોએ બિરદાવી સન્માનીત કર્યા હતા. સાથો સાથ ગુજરાતભરની કો. ઓપ. બેંકોના ચેરમેન એમ.ડી. તથા સી.ઇ.ઓ. એ અભિનંદનની વર્ષા વર્ષાવી હતી. ડો. પુરૂષોતમ પીપરીયા એ આ અગાઉ પણ અનેક કોર્ષ  કરીને સફળતા સાથો સાથ એવોર્ડ અને સન્માનપત્ર મેળવેલ છે. જેમ કે ૨૦૧૭ માં ઇન્ટરનેશનલ કક્ષાની યુનિવર્સિટી ઇકો સુપ્રિયર રોબર્ટ કે સોરબોન ફાન્સમાં લીગલ આસ્પેકટ ઓફ બેકીંગ વિષયક માનવ ડોકટેરેટની પદવી હાંસીલ કરનાર ભારત ભરના એકમાત્ર સી.ઇ.ઓ. તરીકેની સિઘ્ધિ હાંસીલ કરેલ છે.

સને ૨૦૧૫માં બેસ્ટ સી.ઇ.ઓ. તરીકેનો રાષ્ટ્રીય કક્ષાનો એફ.સી.બી. એ દ્વારા એવોર્ડ મેળવેલ છે. સને ૨૦૧૬માં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી બેસ્ટ કોમ્લીમેન્ટસ એવોર્ડ હાંસીલ કરેલ. રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ઇકોનોમી ગ્રોથ ફાઉન્ડેશન દ્વારા ૨૦૧૭ માં બેસ્ટ લીડરશીપ એવોર્ડ ફોર બેંકીગ સેકટર તેમજ ઓલ ઇન્ડીયા  બિઝનેસ ડેવલોપમેન્ટ એસો. દ્વારા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સદભાવના એવોર્ડ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનો નેલ્સન મંડેલા સદભાવના એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. ૨૦૧૮માં એકસીલેશન ઇન રાઇસીંગ પર્સનાલીટી નો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ઇન્ટરનેશનલ કોહિનુર એવોર્ડ ફોર એકસલેન્સ પર્સન માટેનો એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય તથા ઇન્ટશનેશનલ  એવોર્ડ અંગત હેસીઅતથી મેળવનાર સી.ઇ.ઓ. તરીકેનું બહુમાન ધરાવે છે.

કોમર્સની સ્નાતકની પદવી મેળવનાર ડો. પુરૂષોતમ પીપરીયાએ કાનુની ક્ષેત્રમાં એલ.એલ.બી. ની પ્રથમ શ્રેણીમાં મેડલ હાંસીલ કરી પદવી મેળવેલ તેથી જ તેઓને સહકારી ક્ષેત્ર તથા સમાજ કાયદે સમ્રાટ તરીકેની ઓળખ આપી છે.

તેઓને આ વિષયે ચેરમેન શ્રી મનસુખભાઇ પટેલ અને એમ.ડી. બીનાબેન કુંડલીયા એ ખુબ જ હ્રદયપૂર્વકના અભિનંદન પાઠવેલ છે તેમ જ ભવિષ્યમાં પણ તેઓ  પોતાની જ્ઞાન જીજ્ઞાસા થકી ઉચ્ચતમ શિખરો હાંસીલ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.